શોધખોળ કરો
સલમાન ખાનને Coca Colaએ પડતો મૂક્યો, બ્રાંડ એમ્બેસેડર તરીકે ડ્રોપ કર્યો
1/4

કોકા કોલા ઇન્ડિયાએ સલમાન ખાનને થમ્સ અપ બ્રાંડ માટે બીજીવાર બ્રાંડ એમ્બેસેડર તરીકે ડ્રોપ કર્યો છે. ઓક્ટોબર 2012માં બોલીવુડ સ્ટાર અક્ષય કુમારને રીપ્લેસ કરીને સલમાન બીજીવાર બ્રાંડ એમ્બેસેડર બન્યો હતો. તે પહેવા તે વર્ષ 2000ની શરૂઆતમાં આ બ્રાંડને એન્ડોર્સ કરી ચૂક્યો છે. તે સમયે કોકા કોલાને સલમાન ખાનના ફાઉન્ડેશન `બીઇંગ હ્યુમન' સાથે એક એગ્રીમેન્ટ સાઇન કર્યો હતો. કોકા કોલાએ આ એગ્રીમેન્ટ સંયુક્ત રૂપે ચેરિટેબલ અને સોલશ એક્ટિવિટીઝને પ્રમોટ અને એક્ઝીક્યુટ કરવા માટે કર્યો હતો.
2/4

સલમાન ખાન બ્રાંડ માટે 5 કરોડ રૂપિયાનો વાર્ષિક ચાર્જ લે છે. થોડા સમય પહેલા પાકિસ્તાની કલાકારોની તરફેણમાં બોલવા બદલ તે વિવાદમાં આવ્યો છે. ઉરી હુમલા પછી એ ચર્ચા જાગી છે કે પાકિસ્તાની કલાકારોને ભારતીય ફિલ્મોમાં કામ કરવાની તક નહિ આપવી જોઇએ. આના પર સલમાને પાકિસ્તાની કલાકારોના સપોર્ટમાં જણાવ્યું હતું કે તેઓ આતંકવાદી નથી.
Published at : 20 Oct 2016 09:45 AM (IST)
Tags :
Salman KhanView More





















