ટકાવારીના સંદર્ભમાં જોઈએ તો, શ્રીરામ ગ્રૂપના પ્રમોટર્સે તેમની સંપત્તિનો ૨૧ ટકા હિસ્સો ગુમાવ્યો છે જ્યારે પિરામલ ગ્રૂપના પ્રમોટર્સે ૧૪ ટકા અને અનિલ અંબાણીના ADA ગ્રૂપે પણ લગભગ ૧૪ ટકા હિસ્સો ગુમાવ્યો છે. મુંજાલ પરિવારે ૧૩.૫૨ ટકા, ઓપી જિન્દાલ ગ્રૂપે ૧૦ ટકા, મુરુગપ્પા ગ્રૂપે ૧૦ ટકા, અદાણી ગ્રૂપે ૯.૮૩ ટકા સંપત્તિ એટલે કે 7612 કરોડ રૂપિયા ગુમાવ્યા ગુમાવ્યા છે.
2/6
જોકે, મુકેશ અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ ગ્રૂપની સંપત્તિમાં માત્ર ૧.૭૮ ટકા (૨,૭૬૦.૬ કરોડ)નું ધોવાણ થયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૧,૭૪૮ કરોડ જ્યારે ટીવી૧૮ બ્રોડકાસ્ટે ૭૦૪ કરોડ ગુમાવ્યા છે.
3/6
મહિન્દ્રા ગ્રૂપની કંપનીઓએ આઠ સેશન્સમાં ૬,૧૦૦ કરોડ ગુમાવ્યા છે.
4/6
એ વી બિરલા ગ્રૂપને પણ ૧૫,૮૧૯ કરોડનો ફટકો લાગ્યો છે. ગ્રૂપની કંપનીઓમાંથી સૌથી વધુ ૧૦,૬૭૮ કરોડનું નુકસાન અલ્ટ્રાટેકના પ્રમોટર્સે સહન કરવું પડ્યું છે.
5/6
તાતા ગ્રૂપની ૨૭ કંપનીના પ્રમોટર્સે ૮ નવેમ્બરથી ૨૧ નવેમ્બર દરમિયાન ૩૯,૬૩૬ કરોડ ગુમાવ્યા છે, જેમાં સૌથી વધુ નુકસાન TCSમાં થયું છે. બજારમાં તીવ્રપણે કડાકો આવવાથી TCSમાં ૭૩.૩૩ ટકા હિસ્સો ધરાવતા પ્રમોટર્સના ૨૧,૮૩૯ કરોડ ધોવાઈ ગયા છે. ઉપરાંત, તાતા મોટર્સ (૮,૯૫૪ કરોડનું ધોવાણ), ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ (૩,૧૩૧ કરોડ), તાતા સ્ટીલ (૧,૧૨૮ કરોડ) વગેરે તાતા ગ્રૂપની કંપનીઓમાં પણ પ્રમોટર્સની મૂડી ધોવાઈ ગઈ છે.
6/6
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 8 નવેમ્બરના રોજ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કર્યા બાદથી અત્યાર સુધી સેન્સેક્સમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાને કારણે દેશના અબજોપતિઓના અંદાજે 7 હજાર કરોડ રૂપિયા (એક અબજ ડોલર) ડૂબી ગયા છે. ટાટા, બિરલા અને મહિન્દ્ર ગ્રુપની માર્કેટ વેલ્યૂમાં સૌથી વધારે ઘટાડો થયો છે.