કારના ડાયમેંશનની વાત કરીએ તો તેની લંબાઈ 4000mm, પહોળાઈ 1700mm, ઉંચાઈ 1500mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 205mmનું છે. ઓટો એક્સ્પોમાં રજૂ કરવામાં આવેલ મોડલમાં 5-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ (બ્લૂટૂથ કનેક્ટિવિટી અને નેવિગેશનની સાથે) પણ લગાવવામાં આવ્યા હતા.
2/5
ફિએટ અર્બન ક્રોસની સ્પર્ધી હ્યુન્ડાઈ આઈ20 એક્ટિવ, ટોયોટા ઈટિઓસ ક્રોસ જેવી કાર સાથે થશે. કારની અંદાજિત કિંમત 8 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની આસપાસ હોઈ શકે છે.
3/5
જોકે, કંપનીએ અત્યાર સુધી આ કારના એન્જિન સ્પેસિફિકેશનની જાણકારી આપી નથી. કહેવાય છે કે, 1.4-લિટર T-Jet પેટ્રોલ એન્જિન સાથે આવી શકે છે જે 138 બીએચપી પાવર અને 210Nm ટોર્ક આપશે. જ્યારે તેમાં 1.3-લિટર MultiJet ડીઝલ એન્જિન લાગેલ હશે જે 92 બીએચપીનો પાવર અને 209 એનએમનો ટોર્ક આપશે. આ બન્નેના એન્જિનને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવી શકે છે.
4/5
જીપ બ્રાન્ડને ભારતમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યા બાદ ફિએટ પોતાની હવે પછીની પ્રોડક્ટને બજારમાં લોન્ચ કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. કંપનીએ ફિએટ અર્બન ક્રોસનું બુકિંગ શરૂ કરી દીધું છે જેને સપ્ટેમ્બર અંત સુધી લોન્ચ કરવામાં આવશે. ફિએટ અર્બન ક્રોસને 20 હજાર રૂપિયામાં બુક કરાવી શકાશે. આ કાર 2016ના દિલ્હી ઓટો એકસ્પોમાં જોવા મળી હતી.
5/5
ઉલ્લેખનીય છેકે, આ કારને પુન્ટોનું અપડેટેડ વર્ઝન કહેવામાં આવી રહ્યું છે, જેમાં ઘણાં કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા છે. કારમાં હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ, નવા એલોય વ્હીલ અને ઘણાં અલગ અલગ ફીચર્સ આપવામાં આવ્યા છે. ઉપરાંત કારમાં નવા ફ્રન્ટ અને રિયર ગ્રિલ, એલઈડી ડીઆરએલ, સિલ્વર ફિનિશ રૂફ રેલ અન નવા 17-ઇંચ એલોય વ્હીલ લગાવવામાં આવ્યા છે.