ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ આ અંગે જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલ અને મેનેજમેન્ટની ટીમે કર્મચારીઓ સાથે બેઠક કરીને આર્થિક હાલત અંગે જાણકારી આપી હતી. કંપનીએ ખર્ચ ઘટાડાવા પાયલટ તથા અન્ય સ્ટાફની સેલરી ઘટાડવાની વાત કરી છે. કંપની બંધ ન થાય અને નોકરીથી હાથ ન ધોવા પડે તે માટે કર્મચારીઓને સ્વેચ્છાએ સેલરી ઘટાડવા કહ્યું છે.
2/4
નવી દિલ્હીઃ જેટ એરવેઝ આર્થિક સંકટમાં હોવાના અહેવાલ છે. કંપનીએ તેના કર્મચારીઓને 60 દિવસથી વધારે સમય ચલાવવાના પૈસા ન હોવાનું કહ્યું છે. જેના કારણે કંપની મોટા પાયે કોસ્ટ કટિંગની તૈયારીમાં છે. જેના કારણે લોકો આ કંપનીની હાલત પણ કિંગફિશર જેવી તો નહીં થાય તેમ કહી રહ્યા છે.
3/4
આર્થિક સંકટથી બહાર નીકળવા માટે જેટ એરવેઝ વર્કિંગ કેપિટલ લોન માટે અરજી કરી હતી, પરંતુ બેંકોએ તેની સામે આકરી શરત મુકી હતી. બેંકોનું કહેવું હતું કે જેટ એરવેઝ પર પહેલાથી જ 8150 કરોડ રૂપિયાનું ઋણ છે. આ બેંકો પૈકી અનેકે વિજય માલ્યાની કિંગફિશર એરલાઇનને પણ લોન આપી હતી. તેથી તેઓ હવે લોન આપવા માંગતી નથી.
4/4
જેટ એરવેઝે પાયલટને આગામી બે વર્ષ સુધી 15 ટકા ઓછી સેલરી પર કામ કરવાની સલાહ આપી છે. કંપની મેનેજમેન્ટનું કહેવું છે કે જો પાયલટ સેલરી ઘટાડવા સહમત થઈ જશે તો કોઈપણ પાયલટને નોકરીમાંથી દૂર નહીં કરવામા આવે. જોકે પાયલટોએ આ પ્રસ્તાવ ફગાવી દીધો છે. પાયલટ યુનિયને મેનેજમેન્ટને નાણાંકીય સંકટમાંથી બહાર નીકળવામાં મદદ કરવાની સલાહ આપી છે.