નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ જિઓ નેટવર્ક વિશે મોટી વાતો શેર કરી છે. વિતેલા વર્ષે રિલાયન્સ એજીએમમાં જિઓ ફોન લોન્ચ કરવામાં આવ્યો હતો અને આ વખતે જિઓ ફોન 2 લોન્ચ કરવામાં આવ્યો છે. મુકેશ અંબાણીએ જાણકારી આપી કે જિઓ ફોનના અત્યાર સુધી અઢી કરોડથી વધારે યૂઝર્સ ખરીદી ચૂક્યા છે. જિઓ ફોન 2 વિતેલા વર્ષે આવેલ જિઓ ફોનનું અપગ્રેડેડ વર્ઝન છે.
2/6
મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને દીકરા આકાશ અંબાણીએ જિઓ ફોન સાથે જોડાયેલ નવા ફીચર્સની જાહેરાત કરી છે. જિઓ ફોનમાં હવે ત્રણ નવી એપ્લિકેશન્સ વ્હોટ્સએપ, ફેસબુક અને યૂટ્યૂબની મજા પણ માણી શકાશે. આકાશ અને ઈશા અંબાણીએ વોયસ કમાન્ડ દ્વારા ડેમો કરી જણાવ્યું કે નવી એપ કેવી રીતે કામ કરે છે.
3/6
Jio Phone 2નું વેચાણ 15 ઓગસ્ટથી શરૂ થશે. મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે લોન્ચ ઓફર અંર્ગત Jio Phone 2ને 2999 રૂપિયામાં ખરીદી શકાશે. નવા Jio Phone 2માં હોરિઝોન્ટલ સ્ક્રીન વ્યૂંગ એક્સપીરિયન્સ મળશે. આ ફુલ ક્વાર્ટી કીપેડ સાથે આવે છે. નવો Jio Phone 2 ડ્યૂઅલ સિમ સપોર્ટ કરે છે. આ ફોનમાં એક લાઉડ મોનો સ્પીકર મળશે.
4/6
તેમાં 2.4 ઇંક ક્યૂવીજીએ ડિસ્પ્લે છે. ફોન કાઈ ઓએસ પર ચાલશે. ફોનમાં પાવર માટે 2000 એમએએચની બેટરી આપવામાં આવી છે. ફોનમાં 512 એમબી અને 4 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજને એસડીકાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે. ફોનમાં 2 મેગાપિક્સલનો રિયર વીજીએ અને ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
5/6
જિઓના આ ફોનમાં વીઓએલટીઈ અને વીઓવાઈ-ફાઈ એટલે કે વોયસ ઓવર વાઈ-ફાઈનો લાભ મળશે. ઉપરાંત ફોનમાં એફએમ, વાઈ-ફાઈ, જીપીએસ અને એનએફસી જેવા ફીચર્સ પણ મળશે.
6/6
એજીએમમાં કરેલી જાહેરાત પ્રમાણે આગામી 15 ઓગસ્ટ 2018થી આ ફોન મળવાનો શરૂ થઈ જશે. જિયો ફોન મોનસુન હંગામા ઓફર અંતર્ગત આ ફોનને જૂના રિલાયન્સ જિયો ફોનને એક્સેચન્જ કરવાની સાથે રૂ. 500માં ખરીદી શકાશે. 15 ઓગસ્ટથી આ ફોન રૂ.2,999ની કિંમત સાથે મળશે.