મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાએ ભારતમાં 2018 C-Class સેડાનનું પેટ્રોલ વેરિયન્ટ લોન્ચ કરી દીધું છે. મર્સિડીઝ બેન્ઝ 2018 C-Class ભારતમાં સપ્ટેમ્બરમાં લોન્ચ થઈ હતી. જોકે ત્યારે માત્ર ડીઝલ ફોર્મેટમાં જ લોન્ચ કરી હતી. મર્સિડીઝ બેન્ઝના સી ક્લાસા પેટ્રોલ વેરિયન્ટની કિંમત એક્સ શો રૂમ કિંમત 43.46 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
2/4
2018 મર્સિડીઝ બેન્ઝ C-Class પેટ્રોલ વેરિયન્ટમાં 1.5 લીટર ફોર સિલિન્ડર એન્જિન આપવામાં આયું છે. જે 180bhp અને 280Nmનો પિક ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન માટે અહીંયા 9G ટ્રોનિક ઓટોમેટિક યૂનિટ આપવામાં આવ્યું છે.
3/4
મલ્ટી ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ, ડ્યુઅલ ટચપેડ કન્ટ્રો, 10.25 ઈંચ COMAND ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પેનારોમિક સનરૂફ્સ, એક્ટિવ પાર્કિંગ અસિસ્ટ, એમ્બિએન્ટ લાઇટિંગ સહિત અનેક પ્રકારના ફીચર્સ આપવામાં આવ્યા છે.
4/4
નવું પેટ્રોલ વેરિયન્ટ લોન્ચ થવાની સાથે જ 2018 Mercedes-Benz C-Class કુલ ચાર વેરિયન્ટ થઈ ગયા છે. ડીઝલ વેરિયન્ટના C220d Prime, C220d Progressive અને C300d AMG Line પહેલાથી જ માર્કેટમાં છે.