નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોનું સિમ ખરીદવા માગો છો અને લાંબી લાઈનને કારણે નથી ખરીદી શકતા તો તમારા માટે સારા સમાચાર છે. રિલાયન્સ પોતાના ગ્રાહકો માટે સિમ ખરીદવાની આ પ્રક્રિયાને ખૂબજ સરળ બનાવવાની યોજના બનાવી રહી છે. ટૂંકમાં જ જિયોના સિમ તમારે ઘરે હોમ ડિલિવરી કરવામાં આવશે.
2/4
ટેક અહેવાલ અનુસાર જિયો સિમની બજારમાં વધતી માગને ધ્યાનમાં રાખતા કંપની આ સિમને ખરીદવા માટે તેને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનું વિચારી રહી છે. બની શકેકે આ સિમ કંપનીની વેબસાઈટ પર ઉપલબ્ધ થઈ જાય અથવા ટૂંકમાં જ રિલાયન્સ તેના માટે વેબસાઈટ લોન્ચ કરે.
3/4
અહેવાલ અનુસાર રિલાયન્સ જિયોએ તેનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે અને તે ટૂંકમાં જ મોટા શહેરમાં આ સુવિધા શરૂ કરી શકે છે. હાલમાં સિમ માટે લાંબી લાઈનમાં ઉભું રહેવું પડે છે. રિયાયન્સા આઉટલેટ સ્ટોર્સ પર લોકોને સિમ લેવા માટે કલાકો સુધી રાહ જોવી પડે ચે અને ઘણી વખત ચક્કર પણ કાપવા પડી રહ્યા છે. સવારે આઉટલેટ ખૂલતા પહેલા લોકોની લાંબી લાઈન બહાર હોય છે અને બપોર સુધી પણ નંબર નથી આવતો હોતો.
4/4
પ્રથમ વખત લાઈનમાં ઉભેલા લોકોને તેનો નંબર આવવા પર તેને એક ટોકન આપીને બીજા દિવસે પોતાના દસ્તાવેજ લઈને આવવા માટે કહેવામાં આવે છે. એક કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ ફરીથી બીજા દિવસે આવીને સંપૂર્ણ પ્રક્રિયા ફરીથી કરવી પડે છે. આ પ્રક્રિયા લોકો માટે મુશ્કેલી ઉભી કરે છે. ટોકન લઈને બીજા દિવસે આવો અને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ સિમ આપવામાં આવે તો પણ એક્ટિવેટ થતાં ઘણાં દિવસો નીકળી જાય છે.