Junagadh: ભવનાથમાંથી 2 કિલો ગાંજા સાથે 2 શખ્સો ઝડપાયા
જૂનાગઢના ભવનાથમાંથી પોલીસે બાતમીના આધારે 2 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.
જૂનાગઢ: જૂનાગઢ પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિઓને અટકાવવા સતત પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢના ભવનાથમાંથી પોલીસે બાતમીના આધારે 2 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજાની સાથે 2 લોકોની ધરપકડ કરી છે. જૂનાગઢ રેન્જ આઈજી દ્વારા ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિને રોકવા પોલીસને કડક સુચના આપવામાં આવી હતી.
જૂનાગઢ ભવનાથ વિસ્તારમાં આ ઘટના બની હતી. પોલીસે 2 કિલો ગાંજા સાથે 2 ઈસમોને ઝડપી લીધા છે. 45 હજારની કિંમતનો ગાંજો ઝડપાયો છે. મુકેશપરી અને જયેશ ઘોસીયાને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં ભવનાથ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
દૂધમાં ભેળસેળને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં
રાજકોટમાં ઘણી વખત ભેળસેળ કરતાં એકમો પર દરોડોના સમાચાર આવતા રહે છે. ત્યારે વધુ એક વખત આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આ વખતે રાજકોટના મંગળા મેઇન રોડ પર આરોગ્ય વિભાગના દરોડા પડ્યા છે. જ્યાં મંગળા મેઈન રોડ પર આવેલી વિશાલ ડેરીમાં દૂધના નમૂના લેવા કાર્યવાહી હાથ ધરી છે. અલગ અલગ ડેરીઓમાં નમૂના લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દૂધમાં ભેળસેળને લઈને હવે આરોગ્ય વિભાગ મેદાનમાં છે. છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ વીસ કરતાં વધારે ડેરીઓમાં નમૂના લેવામાં આવ્યાં છે. આજે સતત ત્રીજા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દૂધ એ આપણા નાસ્તાનો આવશ્યક ભાગ છે. ઘણા લોકો દિવસભર એનર્જી લેવલ જાળવી રાખવા માટે નાસ્તામાં દૂધનું સેવન કરવાનું પસંદ કરે છે. જો કે આજકાલ દરેક વસ્તુમાં ભેળસેળ થઈ રહી છે. આવી સ્થિતિમાં, કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા તેના પોષણ મૂલ્યને સારી રીતે તપાસવું તમારા માટે મહત્વપૂર્ણ બની ગયું છે. કારણ કે ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો ખાવાથી અનેક ગંભીર બીમારીઓનો ખતરો રહે છે. અન્ય ખાદ્ય પદાર્થોની જેમ દૂધમાં પણ ભેળસેળ શરૂ થઈ ગઈ છે. ભેળસેળવાળું દૂધ પીવાથી તમારું સ્વાસ્થ્ય જોખમમાં આવી શકે છે. તેથી, આજે અમે તમને કેટલીક એવી રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેના ઉપયોગથી તમે ભેળસેળયુક્ત દૂધને ઓળખી શકો છો.
ભેળસેળયુક્ત દૂધ કેવી રીતે ઓળખવું?
દૂધમાં સામાન્ય રીતે માલ્ટોડેક્સ્ટ્રિન પાવડર, શુદ્ધ તેલ અને હાઇડ્રોજન પેરોક્સાઇડની ભેળસેળ હોય છે. આવી સ્થિતિમાં, તમે દૂધની શુદ્ધતા ક્યાં તો તેને સૂંઘીને અથવા તેનો સ્વાદ લઈને જાણી શકો છો. નકલી દૂધ એકદમ પાતળું હશે. તેનો સ્વાદ પણ શુદ્ધ દૂધ કરતાં ઘણો અલગ હશે.