CRIME NEWS: અમદાવાદમાં 24 કલાકમાં 3 લોકોએ આત્મહત્યા કરતા ચકચાર
CRIME NEWS: અમદાવાદ શહેરમાં પાછલા 24 કલાક દરમિયાન આત્મહત્યાની ત્રણ ઘટના સામે આવતા ચકચાર મચી છે. પ્રથમ ઘટના સોલા વિસ્તારમાં 62 વર્ષની વૃદ્ધ મહિલાએ બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હતો.

CRIME NEWS: અમદાવાદ શહેરમાં પાછલા 24 કલાક દરમિયાન આત્મહત્યાની ત્રણ ઘટના સામે આવતા ચકચાર મચી છે. પ્રથમ ઘટના સોલા વિસ્તારમાં 62 વર્ષની વૃદ્ધ મહિલાએ બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હતો. જ્યારે બીજી ઘટનામાં માધવપુરામાં 42 વર્ષની મહિલાએ અગમ્ય કારણોસર ધાબા પરથી પડતું મૂકી આપઘાત કર્યો હતો. જ્યારે ત્રીજી ઘટનામાં નારોલ વિસ્તારમાં 17 વર્ષની યુવતીએ ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આમ એક જ દિવસમાં શહેરમાં ત્રણ આપઘાતની ઘટના બનતા ચકચાક મચી છે.
આઝાદી સાથે સંકળાયેલ ગુજરાતના આ આશ્રમમાં બાળકોનું યૌન શોષણ થતું હોવાની ફરિયાદ
ડાંગ: જિલ્લાના સ્વરાજ આશ્રમમાં બાળકોનું યૌન શોષણ થતુ હોવાની ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે. આહવા પોલીસમાં નનામી અરજી થતા પોલીસે તપાસ હાથ ધરી છે. અરજી મુજબ ડાંગ સ્વરાજ આશ્રમ શાળાનાં બાળકોનું એક ઈસમ દ્વારા યૌન શોષણ કરવામાં આવે છે. ટ્રસ્ટી વનરાજભાઈ નાયકના દીકરા વિરુદ્ધ યૌન શોષણની ફરિયાજ થતા આશ્રમ વિવાદમાં આવ્યો છે. ટ્રસ્ટીનો દીકરો અમિત નાયક સ્વરાજ આશ્રમમાં ગેરકાયદેસર રીતે રહીને બાળકોને ભણાવે છે. અમિત નાયક વર્ગમાં બાળકોનાં શરીર સાથે ગંદા અડપલા કરતો હોવાની અરજી કરવામાં આવે છે. આઝાદી સાથે સંકળાયેલ ડાંગ સ્વરાજ આશ્રમમાં યૌન શોષણની ફરિયાદ સંવેદનશીલ હોય પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી છે. ડાંગ પોલીસે ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે તપાસ હાથ ધરી છે.
40 વર્ષીય લિવ-ઇન પાર્ટનરની ટુવાલ વડે ગળું દબાવીને હત્યા
શ્રદ્ધા વોકર પછી નિક્કી યાદવની હત્યા અને હવે આવી જ બીજી ઘટના મહારાષ્ટ્રના પાલઘરમાં સામે આવી છે. જ્યાં હાર્દિક શાહ નામના 27 વર્ષના યુવકે તેની લિવ-ઈન પાર્ટનર મેઘા થોરવીની હત્યા કરી નાખી. હાર્દિક શાહ અને મેઘા થોરવી બંને નાલાસોપારાના વિજયનગરમાં ભાડાના ફ્લેટમાં સાથે રહેતા હતા. મળતી માહિતી મુજબ, હાર્દિક શાહ તુલિંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા ગયો હતો કે તેણે તેના લિવ-ઇન પાર્ટનરની હત્યા કરી હતી અને તેના મૃતદેહને નાલાસોપારામાં તેમના ભાડાના રૂમમાં પથારીમાં છુપાવી દીધો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, હાર્દિકે પોલીસ સ્ટેશનની આસપાસ લગભગ બે કલાક પસાર કર્યા, પરંતુ કબૂલાત કરવાની હિંમત એકઠી કરી શક્યો નહીં અને આખરે શહેર છોડીને ભાગી ગયો. જે બાદ શાહની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી અને બુધવારે 15 ફેબ્રુઆરીએ મુંબઈ લાવવામાં આવ્યો હતો. મુંબઈ લાવવામાં આવ્યા બાદ તેને વસઈની સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને 21 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.




















