શોધખોળ કરો

CRIME NEWS: બનાસકાંઠામાં એકલી રહેતી મહિલાની લાકડાના ફટકા મારી હત્યા

CRIME NEWS: બનાસકાંઠાના કાંકરેજના ડુગરાસણમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઘરમાં એકલા રહેતા 55 વર્ષીય વૃદ્ધાના માથાના ભાગે લાકડાના ફટાકા મારી મોત નીપજાવવામાં આવ્યું છે.

CRIME NEWS: બનાસકાંઠાના કાંકરેજના ડુગરાસણમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઘરમાં એકલા રહેતા 55 વર્ષીય વૃદ્ધાના માથાના ભાગે લાકડાના ફટાકા મારી મોત નીપજાવવામાં આવ્યું છે. રાત્રે અજાણ્યા ઇસમ દ્વારા હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. ડુગરાસણ ગામના સુથાર ગંગાબેન છગનભાઈની હત્યા થતા પરિવારમાં માતમ છવાયો છે. હત્યાની જાણ થતા શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે હત્યાના બનાવને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરતમાં વધુ એક હત્યા

રતના વરાછા વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં એક યુવકની બે ઈસમો હત્યા કરી ફરાર થઇ ગયા હતા. હત્યાની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બીજી તરફ આ બનાવમાં પીસીબી પોલીસે હત્યા કરનાર એક આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. સુરતના માતાવાડી સ્થિત ઈશ્વર કૃપા સોસાયટી પાસે પત્ની અને બાળકો સાથે રહેતો ખુશાલ કેશુભાઈ કોઠારી છૂટક સાડીનો ધંધો કરતો હતો. ખુશાલ ગતરાત્રે 8.30 વાગ્યે કમલપાર્ક સોસાયટી ખાતે તુલસી પાનના ગલ્લે ઉભેલા મિત્ર કમલેશ ડાંગોદરાને મળવા પોતાની બાઈક ઉપર ગયો હતો. 

ખુશાલે ઈશારો કરી બોલાવતા કમલેશ તેની પાસે રોડ ક્રોસ કરી જતો હતો. ત્યારે જ બાઈક ઉપર બે લોકો આવ્યા અને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઇ ગયા. આ સમગ્ર બનાવને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ ઈજાગ્રસ્ત ખુશાલની હાલત ગંભીર હોય અન્ય મિત્રો સાથે મળી તેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડયો હતો. જોકે, ખુશાલને છાતીના ભાગે બે ઘા, ડાબા ગળા પાસે, જમણા ગળા પાસે, ડાબી તરફ પેટના ભાગે, ડાબા પગના જાંગના ભાગે ચાર ધા માર્યા હોય તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા દોડી ગયેલી વરાછા પોલીસે ખુશાલની પત્ની નયનાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ગત ડિસેમ્બર માસમાં ખુશાલ અને પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝા વચ્ચે ઝઘડો થતા ખુશાલે તેને માર માર્યો હતો. તે બનાવમાં પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. તે ઝઘડાની અદાવતમાં જ ગતરાત્રે પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝાએ મિત્ર હર્ષ ગામી સાથે મળી ખુશાલને રહેંસી નાંખ્યો હતો. આ સમગ્ર મામલે વરાછા પોલીસે પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝા અને હર્ષ ગામી નામના ઇસમ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. 

તો બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે યુવકને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકી તેની હત્યા કરી નાખવામાં આવે છે. વરાછામાં ઘટેલી ઘટના અંગે એસીપી પી.કે. પટેલે જણાવ્યું હતું કે, રાત્રીના સમયે ખુશાલ કોઠારી નામના ઈસમને ચપ્પુના ઘા મારી બે ઈસમોએ હત્યા કરી હતી. આ બનાવ અંગે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે. વધુમાં આરોપીઓ અને મૃતક વચ્ચે એકાદ માસ પહેલાં ઝઘડો થયો હતો. 

ટોપ સ્ટોરી

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
Embed widget