Crime News: રાજકોટમાં ગાંજો પિવાની દુકાનદારે ના પાડતા નશોડીઓએ વેપારીને છરી ઘા ઝીંકી પતાવી દીધો
Crime News: રાજકોટના દૂધસાગર રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર પાસે યુવકની હત્યા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં પાનની દુકાન ચલાવતા વિજય કેશુ બાબરીયાની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી.
Crime News: રાજકોટના દૂધસાગર રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર પાસે યુવકની હત્યા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં પાનની દુકાન ચલાવતા વિજય કેશુ બાબરીયાની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર ગઈકાલે રાત્રે દુકાનદારે 12 વાગ્યે ગાંજો પીવાની ત્રણથી ચાર શખ્સોનેના પાડી હતી.
જેનો રોષ રાખી આજે સવારે આવીને ગાંજો પિનારા લોકોએ દુકાનદાર વિજય બાબરીયાને છરીના ઘા ઝીંકી દેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. હત્યાને અંજામ આપી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. રાજકોટ શહેરમાં ખુલ્લેઆમ થતું ગાંજાનું વેંચાણ પોલીસ કાર્યવાહી સામે સવાલ ઉભા થયા છે. પાનની દુકાનના વેપારીને હત્યાને લઈને થોરાળા પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે જ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.
તો બીજી તરફ મૃતક યુવકના ભાઈએ જણાવ્યું હતું કે, મારા ભાઈનું નામ વિજય બાબરીયા છે તેમને પાનની દુકાન છે. રાજકોટના દૂધસાગર રોડ પર હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર પાસે તેમની દુકાને કેટલાક નશોડીઓ આવ્યા હતા અને ગાંજાના નશો કરતા હતા. જે બાબતે મારા ભાઈએ તેમને દુકાન પાસે ગાંજો ન પીવાનું કહ્યું હતું. જે બાદ તેઓ ગુસ્સે થયા હતા અને તને સવારે જોઈ લઈશું કહીને જતા રહ્યા હતા. જે બાદ આજે અચાનક ચાર શખ્સો આવ્યા હતા અને તેઓએ મારા ભાઈ સાથે ઝપાઝપી કરી બાદમાં છરી વડે હુમલો કરતા ઘટના સ્થળે જ મારા ભાઈનું મોત નિપજ્યું હતું.
આ ઉપરાંતરાજકોટમાંથી એક ખળભળાટ મચાવી દેનારો કિસ્સો પણ સામે આવ્યો છે. શહેરમાં ભદ્ર સમાજની એક પરિણીતાને ખુદ પોતાના સસરા પૈસા માટે નગ્ન લાઇવ શૉ કરાવતા હતા, આ તમામ વીડિયોને બાદમાં સસરા વેબસાઇટ પર મુકતા હતા, એટલુ જ નહીં લાઇવ શૉના વીડિયોને વૉટ્સએપ ગૃપમાં વાયરલ પણ કરવામાં આવતા હતા, આ કાળી કરતૂતમાં સસરાને ખુદ પરિણીતાનો પતિ અને તેની સાસુ પણ સાથ આપતા હતા. જોકે, જ્યારે આ તમામ ચૂંગાલમાંથી નીકળવા માટે જ્યારે પરિણીતા પોતાના પિયર પહોંચી ત્યારે આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. હાલ શહેરના ભક્તિનગર પોલીસે આ પરિણીતાની પતિ, સાસુ અને સસરા ત્રણેય વિરુદ્ધ કેસ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. અત્યારે આરોપી પતિ, સાસુ અને સસરાને સાયબર ક્રાઇમે ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી છે.