Crime News: મોરબીમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી યુવતી સાથે ગેંગરેપ, ઓફીસમાં બોલાવી બનાવી હવસનો શિકાર
Crime News: મોરબી શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓ સામાન્ય બની ગયા છે. પોલીસની ધાક જ રહી ના હોય તેમ છેડતી અને દુષ્કર્મ જેવા મહિલાઓ સાથેના ગંભીર ગુના હવે સામાન્ય બની ગયા છે. જેમાં વધુ એક દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
Crime News: મોરબી શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓ સામાન્ય બની ગયા છે. પોલીસની ધાક જ રહી ના હોય તેમ છેડતી અને દુષ્કર્મ જેવા મહિલાઓ સાથેના ગંભીર ગુના હવે સામાન્ય બની ગયા છે. જેમાં વધુ એક દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં બ્યુટીપાર્લરનો બિઝનેસ કરતી મહિલાને ઓફિસમાં બોલાવી નશાકારક દ્રવ્યો પીવડાવી ચાર ઇસમોએ દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચકચારી બનાવની મળતી માહિતી મુજબ બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી પરિણીતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ પર આરોપી યશ દેસાઈએ તેની ઓફિસમાં પરિણીતાને બોલાવી હતી જ્યાં નશાકારક દ્રવ્ય પીવડાવી દીધું હતું જેથી પરિણીતા બેભાન બની ગઈ હતી. બાદમાં ભાનમાં આવી ત્યારે આરોપી ધરમ ઉર્ફે ટીટો ચૌહાણ નગ્ન અવસ્થામાં ઉભો હતો તેમજ મહિલાએ જે કપડા પહેર્યા હોય તેના બદલે તેના શરીર પર બીજા કપડા જોવા મળ્યા હતા.
જેથી પરિણીતા સાથે દુષ્કર્મ થયું હોય તેવું માલૂમ પડ્યું હતું અને તેને ઘરે જવાનું કહેતા આરોપીએ ઓફિસનો દરવાજો ખોલ્યો ન હતો. જેથી ભોગ બનનાર પરિણીતાએ તેના પતિને બનાવ મામલે જાણ કરી હતી અને ફોન કરીને બોલાવતા પતિ આવોયા હતો અને પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જે બાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા આરોપી ધરમ ઉર્ફે ટિટો પ્રવીણભાઈ ચૌહાણ ઊ.૨૫, યશ વિશ્વાસભાઈ દેસાઇ ઊ.૨૦, રવિ દિલીપભાઈ ચૌહાણ ઊ.૨૧ અને અભય ઉર્ફે અભી દિનેશભાઈ જીવાણી ઉ.૨૦ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં યુવકે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ખળભળાટ
મોરબીમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ દાખલ થઈ છે. ગત તારિખ ૭ ના રોજ આરોપી સગીરાને ભગાડી લઇ ગયો હતો. બાદમાં અલગ અલગ સ્થળે સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું બાદમાં સગીરાને આરોપી ઘરે પરત મૂકી ગયો હતો. જે બાદ સગીરાએ પોતાની સાથે વિતેલી તમામ આપવીતિ પરિવારને કહી હતી. જે બાદ સગીરાની માતાએ મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધાવી છે.