શોધખોળ કરો

Crime News: જૂનાગઢમાં અજાણ્યા શખ્સોએ મહિલાના ઘરમાં ઘુસી કરી હત્યા

Crime News: જૂનાગઢના ઈવનગર ગામે મહિલાની હત્યા કરવામાં આવી છે. મહિલાના ઘરમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ  હત્યા કરી હતી. અજાણ્યા શખ્સોએ મહિલાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી.

Crime News: જૂનાગઢના ઈવનગર ગામે મહિલાની હત્યા કરવામાં આવી છે. મહિલાના ઘરમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ  હત્યા કરી હતી. અજાણ્યા શખ્સોએ મહિલાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. દક્ષાબેન નામના મહિલાની હત્યાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ હતી. જો કે, મહિલાની હત્યા કેમ કરવામાં આવી તે અંગે કોઈ માહિતી સામે આવી છે. જ્યારે આ હત્યા કરવામાં આવી ત્યારે મહિલા ઘરમાં એકલી હોવાની માહિતી સામે આવી રહી છે. આ ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. મહિલાનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.

ભુવાએ યુવતી પર બળાત્કાર ગુજારી કરી હત્યા

 અમદાવાદમાં ફિલ્મોને પણ ટક્કર મારે તેવી રીતે હત્યાને અંજામ આપવાની ઘટના પ્રકાશમાં આવી છે. 2022માં કરેલી હત્યાનો હવે ભેદ ઉકેલાયો છે. યુવતીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેની હત્યા કરી નાખવામાં આવી હતી. પાલડીની યુવતીને સાયલા લઈ જઈ હત્યા કરાઈ હતી.આ મમાલે સુરતના ભુવા, તેના ભાઈ મિત્રો સહિત 8ની સંડોવણી સામે આવી હતી. જે બાદ પોલીસે તમામની ધરપકડ કરી લીધી છે.

સામે આવેલી વિગતો અનુસાર સુરતના ભુવાએ જુનાગઢમાં યુવતી પર બળાત્કાર કર્યો હતો. બળાત્કારની વાત છુપાવવા યુવતીની હત્યા કરવામાં આવી હતી. જે બાદ યુવતી ફરાર થઈ ગઈ હોય તેવો ઘટનાક્રમ ઉભો કરાયો હતો. ભુવાના મિત્ર મિતની માતાને યુવતીના કપડા પહેરાવવામાં આવ્યા હતા. યુવતીના કપડા પહેરાવી માતાને પાલડીમાં ફેરવામાં આવી હતી. જેથી લોકોને એમ લાગે કે આ એજ યુવતી છે અને તે ભાગી ગઈ છે. આ ઉપરાંત અન્ય એક આરોપી સંજય પણ મહિલાના વેશમાં મૃતક સાથે ફરાર થયો હોવાનુ નાટક કર્યુ હતુ.

પોલીસે હત્યા, અપહરણ અને બળાત્કારના મામલે સુરતના ભુવાજી, તેના ભાઈ યુવરાજ, મિત્ર ગુંજન જોષી, મિત તેની માતા, મિતનો ભાઈ અને સંજય નામના આરોપીની ધરપકડ કરી છે.  મુંબઈથી પગેરૂ નીકળતા તમામની ધરપકકડ કરવામાં આવી હતી. આરોપીઓએ યુવતની હત્યા કરી મૃતદેહને સળગાવી દીધો હતો. 

અમદાવાદના મેઘાણીનગરમાં યુવકની હત્યા

અમદાવાદના મેઘાણીનગરમાં હત્યાની ઘટના સામે આવી છે. વરસાદમાં પતરા ઉડવાની બાબતમાં મારામારી થઈ છે. મેઘાણીનગરમા બે અલગ અલગ કોમ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. મારામારી થતી અટકાવવા જતા એક વ્યકિતને છરી વાગતા તેનું મોત નિપજ્યું છે. ઘટનાને પગલે અરોરાટી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
Embed widget