Rajkot: જેતપુર નજીક યુવક અને યુવતીએ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતા અરેરાટી
રાજકોટ: જિલ્લાના વીરપુર કાગવડ વચ્ચે ટ્રેન હેઠળ યુવક અને યુવતીએ પડતું મૂકતાં અરેરાટી મચી ગઈ છે. ટ્રેન હેઠળ પડતું મુકનાર યુવક અને યુવતીના મોત થયા છે.
રાજકોટ: જિલ્લાના વીરપુર કાગવડ વચ્ચે ટ્રેન હેઠળ યુવક અને યુવતીએ પડતું મૂકતાં અરેરાટી મચી ગઈ છે. ટ્રેન હેઠળ પડતું મુકનાર યુવક અને યુવતીના મોત થયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પોરબંદરથી શાંતાકોજી તરફ જતી ટ્રેન હેઠળ વીરપુર પાસે પડતું મૂકી આ બન્નેએ આપઘાત કરી લીધો છે. યુવક અને યુવતી પ્રેમી પંખીડા હોવાનું પોલીસનું અનુમાન છે. વીરપુર પોલીસે પહોંચીને યુવક અને યુવતીની ઓળખાણ મેળવવા તજવીજ હાથધરી છે. આ બન્નેએ ક્યા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સામે આવ્યું નથી.
છત્તીસગઢમાં પણ શ્રદ્ધા મર્ડર જેવી ઘટના
છત્તીસગઢમાં પણ શ્રદ્ધા હત્યાકાંડ જેવી જ ઘટના બની છે. હત્યા બાદ લાશને પેટ્રોલ છાંટીને 200 કિમી દૂર જંગલમાં ફેંકી દેવાઈ હતી.છત્તીસગઢમાં પણ શ્રદ્ધા હત્યા કેસ જેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકે યુવતીની હત્યા કરી લાશને જંગલમાં ફેંકી દીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. દિલ્હીમાં શ્રદ્ધા હત્યાની પીડાને લોકો ભૂલી શક્યા નથી કે, હવે છત્તીસગઢમાં આવો જ વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં તેના પાગલ પ્રેમી તેની પ્રેમિકાને રાયપુરથી 200 કિમી દૂર લઈ ગયો અને ઓરિસ્સામાં તેની હત્યા કરી, અને યુવતીની લાશને જંગલમાં ફેંકી દીધી. આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઓડિશા પોલીસ ટૂંક સમયમાં આનો ખુલાસો કરી શકે છે. આખરે, યુવકે યુવતીની શા કારણે હત્યા કરી દીધી.
વાસ્તવમાં તનુ કુરે કોરબા જિલ્લાની રહેવાસી છે. તે રાયપુરની એક ખાનગી બેંકમાં નોકરી કરતી હતી. દરમિયાન તેની ઓળખ બાલાંગિરના વેપારી સચિન અગ્રવાલ સાથે થઈ હતી. બંને વચ્ચેની ઓળખાણ ધીરે-ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ, પરંતુ તનુને ખબર નહોતી કે સચિન તેને મારી નાખશે. 21 નવેમ્બરના રોજ તનુનો ફોન સ્વીચ ઓફ હોવાથી પરિવારના સભ્યો તેની સાથે વાત કરી શક્યા ન હતા. ગભરાયેલા સંબંધીઓ રાયપુર પહોંચ્યા અને અહીંના પાંડરી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી.
જીવિત હોવાનો પુરાવો સંબંધીઓને બતાવ્યો
રાયપુર પોલીસે ખુલાસો કર્યો હતો
રાયપુરના એસએસપી પ્રશાંત અગ્રવાલે હત્યા કેસ અંગે એબીપી ન્યૂઝને જણાવ્યું કે. યુવક યુવતી એકબીજાને પહેલાથી જ ઓળખતા હતા. થોડા દિવસો પહેલા યુવતીના પરિવારજનોએ પાંડરી પોલીસ સ્ટેશનમાં યુવતી ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, યુવક –યુવતી એકસાથે ઓડિશા ગયા હતા. ઓરિસ્સામાં ફરવા લઈ જવાના બહાને તેને યુવતીને મારી નાખી. આરોપી યુવક સાથે પૂછપરછમાં ખબર પડી કે, યુવતી તેના સિવાય બીજા કોઈને ડેટ કરી રહી હતી. તેથી જ તેણે હત્યાની વાત કહી છે. યુવતીનો મૃતદેહ ઓરિસ્સાના બાલાંગિરમાંથી મળી આવ્યો છે અને આરોપીની ઓરિસ્સા પોલીસે ધરપકડ કરી લીધી છે.યુવતીની લાશને પેટ્રોલ છાંટીને બાળી નાખવામાં આવતાં પોલીસ તેની ઓળખ કરી શકી ન હતી જો કે ત્યારબાદ પરિજનોએ લાશની ઓળખ કરી હતી.