શોધખોળ કરો

CRIME NEWS: સુરતમાં 15 ચપ્પુના ઘા મારી યુવકની હત્યા, તપાસમાં ચોંકાવનારી હકિકત આવી સામે

CRIME NEWS: સુરતમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ગોટાલાવાડી ખાતે ૧૫થી વધુ ચપ્પુના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, હત્યારો મિત્ર જ નીકળતા ચકચાર મચી છે.

CRIME NEWS: સુરતમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ગોટાલાવાડી ખાતે ૧૫થી વધુ ચપ્પુના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, ગોટાલાવાડી ખાતે ૧૫થી વધુ ઘા મારી યુવકની હત્યા કરનારો મિત્ર જ નીકળતા ચકચાર મચી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બંને મિત્રો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ આવેશમાં આવી ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જો કે બીજી એક વાત એ પણ સામે આવી છે કે, આરોપી વિનોદ ગોહિલે હત્યાના ત્રણ કલાક પહેલા કતારગામમાં પણ એક યુવકને છરી મારી હોવાની માહિતી મળી છે.

વરાછા ફુલપાડા ખાતે આવેલી વસાહતમાં રહેતો અવધેશ પ્યારેલાલ પટેલ મજૂરી કામ કરે છે. અવધેશનો નાનો ભાઈ બ્રિજેશ એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરતો હતો. ગત તારીખ આઠમીએ ગોટાલાવાડીથી લાલ દરવાજા તરફ જતા રોડ પર પટેલ વાડી એસએમસી ઝોન ઓફિસના કમ્પાઉન્ડના ગેટ પાસેથી બ્રિજેશની લાશ મળી આવી હતી. મહેદરપુરા પોલીસની તપાસમાં બ્રિજેશની હત્યા તેના મિત્ર આરોપી વિનોદ ઉર્ફે વીકી મનોજ ગોહિલે કરી હતી.

બંને મિત્રો નશાખોર હતા. નશો કરી બંને મધરાત્રે બાઈક પર ગોટાલાવાડી તરફ જતા હતા ત્યારે તેઓ વચ્ચે રકઝગ થઈ હતી. જેથી બાઇક ઉભી રાખી ઉશ્કેરાટમાં આવી વિનોદે બ્રિજેશની15થી વધુ ચપ્પુના ઘા મારી રહેશી નાખ્યો હતો. વધુમાં આ ઘટનાના ત્રણ કલાક પહેલા વિનોદએ કતારગામમાં હરેશ બારૈયા નામના યુવકને પણ છરી મારી હતી. જે મામલે કતારગામમાં અલગથી ગુનો નોંધાયો હતો. કતારગામ પોલીસે વિનોદની ધરપકડ કરી હતી. હવે મહિધરપુરા પોલીસ આરોપીનો કબજો મેળવી વધુ તપાસ શરૂ કરશે.

સોનું લઈને છેતરપિંડી કરનાર આરોપીઓની સુરતમાંથી ધરપકડ

કર્ણાટકના કોલાર સિટીમાં કરોડો રૂપિયાની સોનાની છેતરપિંડી આચરનાર આરોપીઓની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી દેવેશ દધિચી અને રૂપેશ શર્માની ધરપકડ કરી છે. હાલ સુરત ક્રાઈમબ્રાન્ચે બંન્ને આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી દેવેશ દધિચી અને રૂપેશ શર્મા કર્ણાટકના કોલાર સિટીમાં જ્વેલરીની દુકાન ધરાવતા હતા. તેઓ ગ્રાહકો પાસેથી સોનું ગીરવે લઈને નાણાં ધીરવાનું કામ કરતા હતા. બંને KGF ખીણમાંથી નીકળતું સોનું લઇને તેની ઉપર પોતાનું કમિશન લઇને દેશના અન્ય શહેરોના ગોલ્ડના વેપારીઓને વેચતા હતા. 

સોનું લઇને છેલ્લા એક વર્ષથી કર્ણાટકથી ફરાર થઇ ગયા હતા

આ બંને સંખ્યાબંધ લોકોનું સોનું લઇને છેલ્લા એક વર્ષથી કર્ણાટકથી ફરાર થઇ ગયા હતા. તેમની સામે કર્ણાટકના KGF પોલીસ સ્ટેશન અને અન્ય જગ્યાએ છેતરપિંડીના ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. કર્ણાટક પોલીસ છેલ્લા ઘણા સમયથી તેઓની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન આ બંને(દેવેશ દધિચી અને રૂપેશ શર્મા) સુરતમાં હોવાની કર્ણાટક પોલીસને બાતમી મળી હતી. જેથી કર્ણાટક પોલીસે આ ઠગોને પકડવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદ લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget