શોધખોળ કરો

Banaskantha : ક્રૂર જનેતાએ નવજાત બાળકીને કેનાલમાં ફેંકી દીધી, મૃત હાલતમાં બાળકી મળી આવતાં ફિટકાર

થરાદના રાહની સુજલામ સુફલામ નહેરમાંથી તાજી જન્મેલી બાળકી મૃત હાલતમાં મળી આવતાં બાળકીને ત્યજી દેનાર ક્રુર જનેતા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

બનાસકાંઠાઃ થરાદના રાહની સુજલામ સુફલામ નહેરમાંથી તાજી જન્મેલી બાળકી મૃત હાલતમાં મળી આવતાં બાળકીને ત્યજી દેનાર ક્રુર જનેતા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. તાજી જન્મેલી બાળકીનું ભ્રુણ મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. અજાણી મહિલા સામે સ્ત્રી બાળકને જન્મ આપી ઇરાદાપૂર્વક ત્યજી દઈને રાહની સુજલમ સુફલામ કેનાલમાં ફેંકી દેવા બદલ ગુનો દાખલ કરાયો છે. 

થરાદ પંથકમાં અજાણી મહિલા સામે ફિટકારની લાગણી છે. ફરી એકવાર માની મમતા લજવાતો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે મૃત બાળકીની માતાની શોધખોળ શરૂ કરી છે. 

કિશન ભરવાડ હત્યા કેસમાં થયો વધુ એક મોટો ખુલાસો, જાણો મોટા સમાચાર

અમદાવાદઃ  કિશન ભરવાડ હત્યા કેસમાં આરોપીઓની તપાસ માં મોટા ખુલાસા સામે આવ્યા છે.  વધુ ત્રણ આરોપીઓ માં નામ આવ્યા સામે. મદીન મોદન , રમીઝ સેતા , હુશેન મિસ્ત્રી નામના આરોપીઓના નામ સામે આવ્યા છે. રમીઝ સેતાએ અજીમ સમાને હથિયાર આપ્યું હતું. હુશેન મિસ્ત્રીની પોરબંદરમાં યુવકની હત્યાના પ્લાનિંગમાં સંડોવણી હતી. 

મદીન મોદન આ સમગ્ર ઘટનાથી પરિચિત હતો. Atsની ટીમે ત્રણે આરોપીઓની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.  કમર ગની ઉસ્માની અને મોલવી અયુબની પુછપરછમાં સૌથી મોટો ખુલાસો થયો છે. વસીમ રીજવી અને નરસીમાનંદ પણ હતા આ લોકોના ટાર્ગેટમાં. બંનેના ટાર્ગેટ માટે મોલવી અયુબ અને  શબ્બીર બંને દિલ્લી ગયા હતા. કમર ગની ઉસ્માનીના માર્ગદર્શન હેઠળ પ્લાન ઘડ્યો હતો. વસીમ રીજવી સીયા વકફ બોર્ડ ઉત્તર પ્રદેશના ચેરમેન છે.

ધંધુકામાં કિસન ભરવાડની હત્યા કરાઈ એ મુદ્દે સમગ્ર રાજ્યમાં આક્રોશ છે, કિશનના પરિવારને સાંત્વના આપવા રાજકારણીઓ ધંધુકા જઈ રહ્યા છે ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ઉદાહરણીય કાર્ય કર્યું છે. અલ્પેશ ઠાકોરે ચચાણા જઈને કિશનભાઇનાં પરિવારજનોને સાંત્વના આપી હતી. વા આવ્યા હતા. ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કિશનભાઈ ભરવાડની નાની 20 દિવસની દીકરીને 1 લાખ રૂપિયા પણ પોતાના આશિર્વાદના પ્રતિકરૂપે આપ્યા હતા.

ધંધુકાની મુલાકાત પહેલાં અલ્પેશ ઠાકોરે રાધનપુરના શેરગઢ ગામમાં યુવતી પર થયેલા હુમલામાં ઘાયલ યુવતીની મહેસાણાની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. અલ્પેશ ઠાકોરે  જણાવ્યું હતું કે, દીકરીઓ માટે નમાલી રાજનીતિ કરવામાં હું માનતો નથી અને  દીકરીઓ માટે તલવાર પણ ઉપાડવી પડે તો હું તૈયાર છું. અસામાજિક પરિબળોન સુધારવા માટે જેની જે ભાષા હોય એ ભાષામાં હું જવાબ આપવા પણ તૈયાર છું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું આ બનાવને   વખોડું છું. એક દીકરી પર હુમલો કરવામાં આવ્યો, તેને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે, દીકરીને ધાકધમકીઓ પણ મળતી હતી કે ઉઠાવી જઈશુ.. આ પ્રકારની ઘટનાઓ રોકવી પડશે. આવાં  અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે દીકરીઓ માટે જો તલવાર ઉપાડવી પડે તો એ ઉપાડવા પણ હું તૈયાર છું.

ધંધુકા હત્યા કેસમાં રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ કિશન ભરવાડના પરિવારને મળ્યા હતા.  કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર સહિતના પ્રતિનિધિમંડળે પણ ચચાણા મુકામે પહોંચીને પરિવારજનોને સાંત્વના આપી હતી. બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ કેસની તાકીદે ન્યાયિક તપાસની સાથે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. કિશન ભરવાડના પરિવારને સાંત્વન આપવા  ભૂતપૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં પણ પહોંચ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget