(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: બનાસકાંઠામાં યુવકની લાશ મળી આવી, પરિવારજનોએ લગાવ્યો ગંભીર આરોપ
બનાસકાંઠા: અમીરગઢના ઘાટા-કાળીભાખરી પાસેથી યુવકની લાશ મળી આવી છે. યુવકની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. આ ઉપરાંત ઘટના સ્થળેથી શંકાસ્પદ બિનવારસી હાલતમાં જીપ પણ મળી આવી છે.
બનાસકાંઠા: અમીરગઢના ઘાટા-કાળીભાખરી પાસેથી યુવકની લાશ મળી આવી છે. યુવકની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. આ ઉપરાંત ઘટના સ્થળેથી શંકાસ્પદ બિનવારસી હાલતમાં જીપ પણ મળી આવી છે. જે વ્યક્તિના લાશ મળી છે તેની ઓળખ વેલાભાઈ સાંગીયા તરીકે થઈ છે. યુવકની લાશ મળતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા અમીરગઢ પોલીસે બનાવ સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
કટલેરી વેચવા ગયેલી પરિણીતાની હત્યાથી ચકચાર
ભાવનગરના ભાલ પંથકનાં ગણેશગઢ મેવાસા રોડ ઉપર મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી છે. ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં રહેતી પરણીતા કટલેરી વેચવા માટે ભાલ વિસ્તારમાં ગઈ હતી એ દરમિયાન હત્યા કરવામાં આવી છે. વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં 302 મુજબ હત્યાનો ગુનો દાખલ થયો છે.
પાંચ દીકરાની માતા દક્ષાબેન રાઠોડ નામની મહિલાને માથાના ભાગે લોખંડનો પાઇપ મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. જેના કારણે પાંચ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. અવાર-નવાર રીક્ષામાં લઈને જનાર સાજણ અલગોતર વિરુદ્ધ તેમના પતિએ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તેમજ હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.
ચૂંટણીમાં માત્ર 14 મતથી હારનારા આ નેતાનું હાર્ટઅટેકથી મોત
મધ્ય પ્રદેશમાં મ્યુનિસિપાલિટીની ચૂંટણીના પરિણામ રવિવારે જાહેર થયા. રાજ્યમાં મોટાભાગની મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકા, મ્યુનિસિપલ કાઉન્સિલમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. અમુક સ્થળે કોંગ્રેસે પણ સારુ પ્રદર્શન કર્યુ છે.આ દરમિયાન રીવામાં હાર મળ્યાના તાત્કાલિક બાદ આઘાતમાં એક કોંગ્રેસ ઉમેદવારનું મોત નીપજ્યુ છે. રીવાના વોર્ડ નંબર 9 ના કોંગ્રેસ ઉમેદવાર હરિનારાયણએ જીવ ગુમાવ્યો છે. તેમને અપક્ષ ઉમેદવાર સામે માત્ર 14 મતથી હારનો સામનો કરવો પડ્યો હતો.
રીવા હનુમનાના વોર્ડ 14ના કોંગ્રેસ પાર્ટીએ હરિનારાયણને ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ હનુમના મંડશના અધ્યક્ષ પણ હતા. હરિનારાયણને જીતની પૂરી આશા હતી પરંતુ રવિવારે જ્યારે પરિણામ આવ્યા તો તેમની આશા તૂટી ગઈ. અપક્ષ ઉમેદવારે તેમને 14 વોટથી હરાવ્યા. હરિનારાયણ હારનો આઘાત સહન કરી શક્યા નહીં. તેમને હાર બાદ તરત જ હાર્ટ એટેક આવ્યો અને તેમનુ મોત નીપજ્યુ. હરિનારાયણના મોતથી તેમના પરિજનો અને સમર્થકોની ખરાબ હાલત છે. હરિનારાયણે ચૂંટણીમાં જીત માટે આકરી મહેનત કરી હતી.