Crime News: ભાભી-ભાભી કહીને ચાર બાળકોની માતાને ભગાડી ગયો યુવક, જાણો પછી શું થયું?
બિહારના પૂર્ણિયા જિલ્લામાંથી ચાર બાળકોની માતા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી

બિહારના પૂર્ણિયા જિલ્લામાંથી ચાર બાળકોની માતા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આ પછી પતિએ તેની પત્નીને પાછી મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જે પછી પોલીસ એક્શનમાં આવી અને મહિલાને પકડી લાવી હતી. આ મામલો પૂર્ણિયા જિલ્લાના જાનકીનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
ઘટના અંગે મહિલાના પતિએ કોર્ટમાં અરજીમાં જણાવ્યું હતું કે, 'મારા લગ્ન 2010માં નજીકના ગામમાં થયા હતા ત્યારબાદ અમને બે છોકરા અને બે છોકરીઓ એમ ચાર બાળકો થયા હતા.
પતિએ અરજીમાં વધુમાં લખ્યું છે કે ઘરના તમામ પુરૂષ સભ્યો પંજાબમાં મજૂર તરીકે કામ કરે છે. તેનો ફાયદો ઉઠાવીને પાડોશમાં રહેતા નીતીશ કુમાર મહતોએ તેની 20 વર્ષીય પત્નીને ભાભી-ભાભી કહીને પ્રેમ પ્રકરણમા ફસાવી હતી.
પીડિતાના પતિએ જણાવ્યું હતું કે નીતિશ મારી પત્નીને ખાનગીમાં એક રૂમમાં મળતો હતો, જેનો મારી માતા વિરોધ કરતી હતી. જેને લઇને મારી પત્ની મારી માતા સાથે ઝઘડો કરતી હતી. 6 જાન્યુઆરી, 2023ના રોજ ચાર બાળકોને છોડીને મારી પત્ની રાતે 8 વાગ્યાની આસપાસ ઘર બનાવવા માટે રાખેલા 1 લાખ 50 હજાર રૂપિયા અને કિંમતી ઘરેણાં લઈને ભાગી ગઈ હતી.
યુવકે કહ્યું કે ઘણી શોધખોળ બાદ પણ જ્યારે તેની પત્ની ન મળી તો તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયો પરંતુ ત્યાં એફઆઈઆર નોંધવામા આવી નહોતી. બાદમાં મે કોર્ટમાં અરજી કરી હતી.
પતિના કહેવા પ્રમાણે, ઘટનાના લગભગ બે મહિના પછી પોલીસે મારી પત્નીને એક ઘરમાંથી શોધી કાઢી હતી. આ કેસમાં 7 લોકોને આરોપી તરીકે નામ આપ્યા હતા અને તેના પર એક કાવતરા હેઠળ તેની પત્નીનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
Crime News: અરવલ્લી જિલ્લામાં લટકતી લાશો મળવાનો સિલસિલો યથાવત, દુપટ્ટો બાંધી લટકતી હાલતમાં યુવક અને યુવતી મળ્યા
Crime News: અરવલ્લી જિલ્લામાં લટકતી લાશો મળવાનો સિલસિલો યથાવત છે. મેઘરજ તાલુકાના લાલોડિયા ગામની સીમમાં ઝાડ સાથે દુપટ્ટો બાંધી લટકતી હાલતમાં યુવક અને યુવતી મળી આવ્યા હતા. આજે વહેલી સવારે એક જ દુપટ્ટાથી ફાંસો ખાધેલી હાલતમાં લાશો દેખાતા ગ્રામજનોએ મેઘરજ પોલીસને જાણ કરી હતી. મેઘરજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક યુવક-યુવતિની ઓળખ કરવા પોલીસે પૂછપરછ હાથ ધરી હતી.
બાયડ શહેરમાં તાજેતરમાં રાત્રિના સુમારે ચોઇલા રોડ ઉપર રોમિયોને માર મારવાનો કિસ્સો બહાર આવ્યો છે. માતા પિતાની ગેરહાજરીમાં ઘરમાં ઘૂસેલા રોમિયોને મારતાં સમગ્ર મામલો ટોક ઓફ ઓફ ધી ટાઉન બની ગયો છે . બાયડ શહેરમાં શહેરીજનો મોડી રાતના સમારે ભોજન બાદ અવારનવાર ચાલવા નીકળે છે. ત્યારે બાયડના બાઇક લઇ રખડતાં રોમિયો એ ચાલવા નીકળેલ યુવતી સાથે આંખ મિલાવી હતી. ગુરુવાર રાત્રિના સુમારે માતા-પિતા અમદાવાદ ગયા હોવાને લઈ યુવતી ને મળવા યુવક ચોઇલા રોડ ઉપર આવેલ મકાન માં પહોંચી ગયો હતો. જેઓ ઘરની અંદર પ્રવેશે તે પહેલા જ અચાનક જ યુવતીના માતા-પિતા પરત ઘરે આવતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. યુવતીના પિતા તથા અન્ય મિત્રોએ ભેગા મળી આ રોમિયોની બરાબર ધુલાઇ કરી હતી. જ્યારે મારાથી બચવા રોમિયો બાઈક લઇ ગાબટ રોડ ઉપર પહોંચ્યો હતો ત્યાં બાઈક સ્લીપ ખાતાં વધુ ઇજાઓ પહોંચી હતી. માર ખાનાર રોમિયોના કેટલાક લોકોએ મોબાઇલના કેમેરામાં ફોટા પણ કેદ કરી લીધાનું બહાર આવતા રોમિયો ફોટા વાયરલ ન થાય તે માટે આજીજી કરવા પણ પહોંચ્યો હોવાની માહિતી મળી હતી. બાયડમાં આવા રોમિયોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે પોલીસ મહિલાઓની સુરક્ષા ને લઈ સાંજથી જ પેટ્રોલિંગ શરૂ કરે તેવી માગણી જાગૃત શહેરીજનોએ ઉઠાવી છે





















