શોધખોળ કરો

CRIME NEWS: ભાવનગરના આ ગામમાં બીજેપી નેતાની પુત્રીની હત્યા, પોલીસના ધાડેધાડા ઉતર્યા

CRIME NEWS: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે બે જૂથ વચ્ચે અથડામણ થતાં ભાજપના સભ્યની દીકરીની હત્યા કરી દેવામાં આવી છે. આ બનાવનાં પડઘા રાજ્યભરમાં પડ્યા છે.

CRIME NEWS: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે બે જૂથ વચ્ચે અથડામણ થતાં ભાજપના સભ્યની દીકરીની હત્યા કરી દેવામાં આવી છે. આ બનાવનાં પડઘા રાજ્યભરમાં પડ્યા છે. સામાન્ય બાબતે બોલાચાલી થતા તિક્ષ્ણ હથિયાર વડે સગીરાની હત્યા કરી નાખવામાં આવી હતી. આ બનાવ બાદ પોલીસ દ્વારા કુલ છ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. હાલ આ હત્યાનાં બનાવને લઈ વરલ ગામ પૂરું પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

ભાવનગરના શિહોર તાલુકાના વરલ ગામે ગત મોડી રાત્રે સગીરાની હત્યા કરવામાં આવી છે, આ સમગ્ર બનાવની વિગત એ પ્રમાણે છે કે, ઘણા લાંબા વર્ષોથી ખાનગી કંપનીનો મોબાઇલ ટાવર ઊભો કરવામાં આવ્યો હતો જે ટાવરની લીઝ પુરી થતા પૈસા તેમજ સામાન લેવા બાબતે ઉગ્ર બોલા ચાલી થતા બે કોમ વચ્ચે ઝગડો થયો હતો. જે મામલો વધુ ઉગ્ર બનતા સમગ્ર બનાવ હત્યામાં પરિણમ્યો હતો. બોલાચાલીમાં 16 વર્ષની સગીરા રાધિકા બારૈયા તેમના પિતાને બચાવવા જતા તેમને પણ ગંભીર ઇજા પહોંચી હતી જેને લઇ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

વરેલ ગામમાં લશ્કર બારૈયા નામના સરપંચને ત્યાં પાંચથી છ ઈસમો ખાનગી કંપનીના ટાવરનો સામાન ભરવા માટે તેમના ઘર પર પહોંચ્યા હતા. એ દરમિયાન બાકી નીકળતા પૈસા લેવા બાબતે સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો. જે બાદ મારામારી થતા લશ્કર બારૈયાની પુત્રીને ગંભીર ઈજા પહોંચી અને બાદમાં તેમનું મોત નિપજ્યું.  આ મામવે (૧)આરીફ પાયક (૨) અશરફ પાયક (૩) અરમાન પાયક (૪) ઈરફાન પાયક (૫) અમીન પાયક અને (૬) આદિલ પાયકની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર બનાવને લઈ પરિવાર સહિત વરલ ગામ માતમમાં ફેરવાયું છે. સગીરાના હત્યાના બનાવને લઈ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો વરલ ગામ પહોંચ્યા હતા અને પરિવારજનોની મુલાકાત લઇ આશ્વાસન પાઠવ્યું હતું

ભાવનગર જિલ્લામાં આ પ્રકારનો પ્રથમ બનાવો છે કે જેમાં બે કોમ વચ્ચે ઝઘડો થયો હતો અને સગીરાની હત્યા કરી દેવામાં આવી હોઈ. હાલ હત્યાના બનાવને લઈ પોલીસ દ્વારા જરૂરી પુરાવા એકઠા કરીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. તેમજ પરિવારજન દ્વારા પણ માંગ કરવામાં આવી હતી કે હત્યામાં સામેલ તમામ ઈસમો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. વરલ ગામમાં અશાંતિનો માહોલ પ્રસરે નહીં તે માટે ડીવાયએસપી દ્વારા સૌ લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી હતી. આ સાથે જ વરલ ગામની તમામ બજારો પણ વ્યાપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે બંધ પાડીને કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget