ગ્રીષ્મા હત્યાકાંડની જેમ મહીસાગરમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરતા મચી ગઇ ચકચાર
મહીસાગરમાં સુરતની ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ ઘટના બનતા ચકચાર મચી ગઇ છે
મહીસાગરઃ મહીસાગરમાં સુરતની ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, સુરતની ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ ઘટના બની છે. મહીસાગરના વીરપુર તાલુકાના દુધેલા ગામે પ્રેમીએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી પ્રેમિકાની હત્યા કરી દીધી હતી. વીરપુર તાલુકાના દુધેલા ગામે ખેતરમાં મજૂરી અર્થે ગયેલી પ્રેમિકાને પ્રેમીએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યાની ઘટનાને પગલે વીરપુર પોલીસ, મહીસાગર ક્રાઇમ બ્રાન્ચ સહિત ડીવાયએસપી ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ આરોપીની ધરપકડ કરે તે પહેલાં જ આરોપીએ ઝેરી દવા પી ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તાત્કાલિક આરોપીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
'આશા પરણીત હોવા છતાં નવીન સાથે 13 વર્ષથી પત્નીની જેમ રહેતી
પરણીતાએ પ્રેમસંબંધ તોડી નાંખતા પ્રેમીએ છરીના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. માધુપુરામાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાની હત્યાના ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. નવીન રાઠોડ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. માધુપુરા પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે. હવે આ પ્રેમસંબંધમાં હત્યા પ્રકરણમાં મોટો ધડાકો થયો છે.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, બંને વચ્ચે 13 વર્ષથી સંબંધ હતા. આ પ્રેમસંબંધના કારણે આરોપીએ લગ્ન પણ કર્યા નહોતા. દરમિયાન દીકરીની સગાઈ થતાં સમાજમાં બદનામીના ડરે પ્રેમિકાએ પ્રેમી સાથેના સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. જેના કારણે આરોપીએ ઉશ્કેરાઇને પ્રેમિકાની હત્યા કરી નાંખી છે. પોલીસે જણાવ્યું હતું કે, આશા પરણીત હોવા છતાં નવીન સાથે 13 વર્ષથી પત્નીની જેમ રહેતી હતી.
આ હત્યાકાંડના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે, આશાબેન માધવપુરા વિસ્તારમાં આવેલ જોગણી માતાના મંદિર પાસે શાક લેવા ઉભા થાવ ત્યારે પાછળથી આવીને એક પછી એક પાંચથી વધારે છરીના ઘા ઝીકી જાહેરમાં તેની હત્યા કરી હતી. મહિલા પર થતો હુમલો જોઇ લોકો મહિલાને બચાવવા દોડ્યા હતા. જોકે, પ્રેમી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હત્યાને પગલે પરિવારના સભ્યોએ રોકકળ કરી મૂકી હતી. જેને કારણે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
Holashtak 2022: આજથી હોળાષ્ઠક શરૂ,આ શુભ કાર્ય કરવા વર્જિત, જાણો ક્ઇ તારીખથી કરી શકશો માંગલિક કાર્ય
તમારું આધાર કાર્ડ તમને છેતરપિંડીથી બચાવશે, બસ આ કામ કરવું પડશે
શ્રીલંકા સામેની ડે-નાઇટ ટેસ્ટમાં આ બે ઘાતક ખેલાડીઓને રમાડશે રોહિત શર્મા, કોની જગ્યાએ કોને લેવાશે ?