(Source: ECI/ABP News/ABP Majha)
CRIME NEWS: નડિયાદમાં 7 લોકોએ ભેગા મળી BSF જવાનની કરી કરપીણ હત્યા, સેનાના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર સાથે આપી અંતિમ વિદાઈ
CRIME NEWS: નડિયાદ તાલુકાના ચકલાસી ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં BSF જવાનની હત્યા કરવામાં આવતા ચારેકોર અરેરાટી મચી ગઈ છે.
CRIME NEWS: નડિયાદ તાલુકાના ચકલાસી ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં BSF જવાનની હત્યા કરવામાં આવતા ચારેકોર અરેરાટી મચી ગઈ છે. નડિયાદના વનીપુરાના યુવાને BSF જવાનની પુત્રીનો વિડીયો બનાવી વાયરલ કરતાં યુવાનને ઠપકો આપવા ગયેલા BSF જવાન પર ધારીયા અને લાકડી લઈ 7 લોકો તૂટી પડ્યા હતા. જે બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા BSF જવાનનું મોત નિપજ્યું હતું.
7 લોકોએ એકઠા થઈ BSF જવાન અને તેમની પત્ની તથા દિકરા પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં BSF જવાનનો પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. હાલમાં ચકલાસી પોલીસે ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે મૃતક જવાન છેલ્લા 28 વર્ષ બીએસએફમાં નોકરી કરતો હતો. ગતરાત્રીના સુમારે આ ઘટના બની હતી. BSF જવાનો દ્વારા મૃતક BSF જવાન મેલાજી ભાઈ ડાયાભાઈ વાઘેલાને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યુ હતું.
અમદાવાદમાં પ્રેમ લગ્ન કરનાર મહિલા મહંતના પ્રેમમાં પડી
મહંત સાથે ઈલાજના બહાને પાંગરેલા સંબંધો મહિલાને ભારે પડ્યા છે. મહંત પાસે મહિલા ઈલાજ કરાવવા જતી હતી જે બાદ બન્ને વચ્ચે નજીકના સંબંધો બંધાયા, જેની જાણ મહિલાના પતિને થતા પત્નીની હત્યા કરી નાખી હતી. જે બાદ આરોપી પતિ પોતાના વતન જવા ટ્રેનમાં બેસીને નિકળી ગયો હતો. જો કે નારોલ પોલીસે પણ સતર્કતા દાખવી હત્યા કરીને ફરાર થઈ રહેલ આરોપી પતિને ટ્રેન રોકાવી ઝડપી પાડ્યો હતો.
નારોલની આકૃતિ ટાઉનશિપમાં પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ ટ્રેન મારફતે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં ઉત્તર પ્રદેશ જઈ રહ્યો હતો. ટ્રેન મધ્યપ્રદેશની બોર્ડર ક્રોસ કરવા નજીક હતી ત્યારે પોલીસે તેના મોબાઇલના લોકેશનના આધારે મધ્યપ્રદેશની બોર્ડર પાસે એટલે કે દાહોદ નજીકથી આરોપીની ધરપકડ કરી. રસપ્રદ વાત એ છે કે પોલીસે જ્યારે આરોપી પતિના મોબાઈલનું વારંવાર લોકેશન ટ્રેસ કર્યું ત્યારે રેલ્વે ટ્રેકનું લોકેશન જણાવ્યું. જેના આધારે પોલીસે રેલવે વિભાગના અધિકારીઓ સાથે સંકલન કર્યું અને માલુમ પડ્યું કે આરોપી ગોરખપુર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે.
જે બાદ દાહોદ પોલીસ અને રેલવે પોલીસની મદદથી ફિલ્મી ઢબે આરોપીને ઝડપી પાડયો. મોટી વાત એ છે કે નવ વર્ષ પહેલા મૃતક પત્ની અને આરોપી પતિના પ્રેમ લગ્ન થયા હતા. જેમાં બન્નેને બે સંતાનો પણ છે. પોલીસનું કહેવું છે કે આ હત્યા પૂર્વ આયોજિત હતી. કારણ કે પત્નીના મહંત સાથેના અનૈતિક સંબંધોથી પતિ પરેશાન હતો, જેથી તેણે પત્નીની હત્યાનો પ્લાન બનાવ્યો. જે માટે તેણે પાંચ દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશ જવાની ટ્રેનની ટિકિટ પણ કન્ફર્મ કરાવી લીધી હતી. આરોપી તેના બે સંતાનોને લઈ પોતાના વતન ઉત્તર પ્રદેશ તરફ જઈ રહ્યો હતો ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
કારખાનામાં જ કામ કરતા કારીગરે ફેક્ટરીના માલિકની જ કરી નાખી હત્યા
સુરતમાં કારખાના માલિકની સહિત બે લોકોની હત્યા કરાઇ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો. નોકરીમાંથી છૂટા કરાતા કામદાર અને અન્ય સાગરીતોએ કારખાના માલિક અને ત્રણ શખ્સોને મોતને ઘાટ ઉતાર્યા હતા. શહેરના અમરોલી વિસ્તારમાં વેદાંત ટેક્સો નામના કારખાના માલિકે કોઈ કારણોસર કારીગરને છૂટો કર્યો હતો.જે બાદ ઉશ્કેરાયેલા કામદારે પોતાના સાગરીતો સાથે વહેલી સવારે કારખાને પહોંચ્યો અને છરી વડે હુમલો કરી માલિક કલ્પેશભાઈ, ધનજીભાઈ, ઘનશ્યામભાઈ નામના વ્યક્તિની હત્યા કરી દીધી હતી.. હત્યા બાદ હુમલો કરનાર કામદાર અને તેના સાગરીતો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. તો ઘટનાને પગલે કારખાના માલિકોમાં ભારે રોષ ફેલાયો છે. હાલ આ કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે. 2 આરોપીની ઘરપકડ કરી દેવાઇ છે.