ચંડીગઢ MMS કાંડમાં મોટો ખુલાસો, આરોપી યુવતીને સૈન્યનો જવાન કરી રહ્યો હતો બ્લેકમેઇલ
પંજાબની ચંડીગઢ યુનિવર્સિટીમાં MMS ઘટના અંગે મોટો ખુલાસો થયો છે.
Chandigarh University MMS Case: પંજાબની ચંડીગઢ યુનિવર્સિટીમાં MMS ઘટના અંગે મોટો ખુલાસો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે યુવતીએ વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવ્યો હતો તેને ભારતીય સેનાનો જવાન બ્લેકમેઇલ કરી રહ્યો હતો. આ જ વ્યક્તિ યુવતીને વિદ્યાર્થિનીઓનો અશ્લીલ વીડિયો બનાવવા માટે દબાણ કરતો હતો. આરોપી યુવતીના જૂનો મિત્રએ યુવતીનો અશ્લિલ વીડિયો આ જવાનને આપ્યો હતો. બાદમાં આ વીડિયોને લીક કરવાની ધમકી આપીને સેનાનો જવાન અન્ય યુવતીઓના વીડિયો બનાવવા દબાણ કરતો હતો.
આર્મી જવાનની ધરપકડ કરવામાં આવશે
તપાસમાં જાણવા મળ્યું છે કે આ જવાન જમ્મુનો રહેવાસી છે અને તેનું નામ સંજીવ કુમાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં તે અરુણાચલ પ્રદેશના એટા નગર પાસે તૈનાત છે. જોકે, પોલીસના જણાવ્યા અનુસાર આરોપી યુવતીએ હોસ્ટેલની છોકરીઓનો કોઈ વીડિયો બનાવી શકી ન હતી. ફોનમાં તેનો પોતાનો વીડિયો હતો. ફોરેન્સિક એક્સપર્ટે મોબાઈલ ફોનની તપાસ કર્યા બાદ પોલીસને આ વાત જણાવી છે. આ કેસમાં હવે પોલીસ આર્મી જવાન સંજીવ કુમારની ધરપકડ કરીને પૂછપરછ કરશે.
યુવતીઓને આવતા ધમકીભર્યા ફોનની તપાસ શરૂ કરી