Crime News: ગ્રુપ સુસાઈડનો મામલો આવ્યો સામે, એક જ પરિવારના 5 સભ્યોએ સાતમા માળેથી લગાવી મોતની છલાંગ
Crime News: સ્વિત્ઝર્લેન્ડમાં એક કથિત સામૂહિક આત્મહત્યામાં એક પરિવારના પાંચ સભ્યોએ હાઈરાઇઝ બિલ્ડિંગના સાતમા માળેથી મોતની છલાંગ લગાવી હતી.
Crime News: દેશ અને દુનિયામાં અનેકવાર ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા રહે છે. જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આવો જ એક કિસ્સો સ્વિટ્ઝરલેન્ડથી સામે આવ્યો છે, જ્યાં 5 લોકોએ આત્મહત્યા કરી છે. જ્યારે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ગ્રુપ સુસાઈડનો મામલો
સ્વિત્ઝર્લેન્ડમાં એક કથિત સામૂહિક આત્મહત્યામાં એક પરિવારના પાંચ સભ્યોએ હાઈરાઇઝ બિલ્ડિંગના સાતમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. જેમાં ચાર લોકોના મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેમણે પણ આ ઘટના સાંભળી તે આશ્ચર્યચકિત થઈ ગયા. તેના પડોશીઓ પણ આ ઘટના પર વિશ્વાસ કરી શક્યા નહીં. ડેઈલી બેસ્ટનાના અહેવાલ મુજબ, આ ઘટના ગુરુવારે જીનીવા લેક પર સ્વિસ રિસોર્ટ મોન્ટ્રેક્સમાં બની હતી.
ખૂબ જ શાંત પરિવાર હતો
પોલીસે જણાવ્યું હતું કે એક બિલ્ડિંગના ફ્લોર પર પાંચ લોકોએ છલંગા લગાવી હતી. ફોરેન્સિક ટીમ સાતમા માળના એપાર્ટમેન્ટની બાલ્કનીની તપાસ કરી રહી હતી જ્યાંથી તેઓ કૂદી પડ્યા હતા. પાડોશીઓએ કહ્યું કે, આ પરિવાર ખૂબ જ શાંત હતો. તેમનો કોઈ સાથે ક્યારેય ઝઘડો નહોતો થયો અને ખૂબ જ મિલનસાર સ્વભાવના હતા. મૃતકોમાં બે પુખ્ત વયના, બે કિશોરો અને દાદીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ
Crime News: પતિ મોબાઇલમાં જોતો હતો અશ્લીલ ફિલ્મ, પત્નીને કહ્યું- તું પણ જો, ના પાડી ને પછી....
Viral News: લગ્નના દિવસે જ વરરાજાનો ભાઈ પડી ગયો ભાભીના પ્રેમમાં ને પછી........
Relationship Tips: સફળ લગ્ન જીવનના આ છે 5 મોટા સિક્રેટ, તમે પણ જાણી લો
Mahindra eKUV: ચાલુ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે Mahindra eKUV, આટલી હોઈ શકે છે કિંમત