શોધખોળ કરો

Crime News: દાદરા નગર હવેલીમાં સાવકા પિતાએ કરી પુત્રીની હત્યા, માતા-પિતા વચ્ચે હતો ઝઘડો

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ધોળા દિવસે સાવકા પિતાએ પુત્રીની હત્યા કરી હતી

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ધોળા દિવસે સાવકા પિતાએ પુત્રીની હત્યા કરી હતી.મળતી જાણકારી અનુસાર, અંકિતા સિંહ નામની યુવતી ટ્યૂશનથી ઘરે આવતી હતી. દરમિયાન તેના સાવકા પિતા મિથુન મંડલ તેનો પીછો કરતા કરતા તેના ઘરે પહોંચ્યા હતા. બાદમાં અંકિતાની માતા અને મિથુન વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં અંકિતાએ માતાને રૂમમાં પુરી દીધી હતી. બાદમાં સાવકા પિતા સાથે તેની પણ બોલાચાલી થઈ હતી. જેથી ઉશ્કેરાયેલા સાવકા પિતાએ એક બાદ એક છરીના ઘા ઝીંકી પુત્રીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

CRIME NEWS: બનાસકાંઠામાં એકલી રહેતી મહિલાની લાકડાના ફટકા મારી હત્યા

CRIME NEWS: બનાસકાંઠાના કાંકરેજના ડુગરાસણમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઘરમાં એકલા રહેતા 55 વર્ષીય વૃદ્ધાના માથાના ભાગે લાકડાના ફટાકા મારી મોત નીપજાવવામાં આવ્યું છે. રાત્રે અજાણ્યા ઇસમ દ્વારા હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. ડુગરાસણ ગામના સુથાર ગંગાબેન છગનભાઈની હત્યા થતા પરિવારમાં માતમ છવાયો છે. હત્યાની જાણ થતા શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે હત્યાના બનાવને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરતમાં વધુ એક હત્યા

રતના વરાછા વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં એક યુવકની બે ઈસમો હત્યા કરી ફરાર થઇ ગયા હતા. હત્યાની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બીજી તરફ આ બનાવમાં પીસીબી પોલીસે હત્યા કરનાર એક આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. સુરતના માતાવાડી સ્થિત ઈશ્વર કૃપા સોસાયટી પાસે પત્ની અને બાળકો સાથે રહેતો ખુશાલ કેશુભાઈ કોઠારી છૂટક સાડીનો ધંધો કરતો હતો. ખુશાલ ગતરાત્રે 8.30 વાગ્યે કમલપાર્ક સોસાયટી ખાતે તુલસી પાનના ગલ્લે ઉભેલા મિત્ર કમલેશ ડાંગોદરાને મળવા પોતાની બાઈક ઉપર ગયો હતો. 

ખુશાલે ઈશારો કરી બોલાવતા કમલેશ તેની પાસે રોડ ક્રોસ કરી જતો હતો. ત્યારે જ બાઈક ઉપર બે લોકો આવ્યા અને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઇ ગયા. આ સમગ્ર બનાવને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ ઈજાગ્રસ્ત ખુશાલની હાલત ગંભીર હોય અન્ય મિત્રો સાથે મળી તેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડયો હતો. જોકે, ખુશાલને છાતીના ભાગે બે ઘા, ડાબા ગળા પાસે, જમણા ગળા પાસે, ડાબી તરફ પેટના ભાગે, ડાબા પગના જાંગના ભાગે ચાર ધા માર્યા હોય તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા દોડી ગયેલી વરાછા પોલીસે ખુશાલની પત્ની નયનાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ગત ડિસેમ્બર માસમાં ખુશાલ અને પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝા વચ્ચે ઝઘડો થતા ખુશાલે તેને માર માર્યો હતો. તે બનાવમાં પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. તે ઝઘડાની અદાવતમાં જ ગતરાત્રે પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝાએ મિત્ર હર્ષ ગામી સાથે મળી ખુશાલને રહેંસી નાંખ્યો હતો. આ સમગ્ર મામલે વરાછા પોલીસે પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝા અને હર્ષ ગામી નામના ઇસમ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Embed widget