Crime News: આ જગ્યાએ પાણીમાં તરતો જોવા મળ્યો મૃતદેહ, અંકલેશ્વરમાં લોહી લુહાણ હાલમાં મળી આવી લાશ
ભુજ ખાતે તરતી લાશ મળી આવી છે. અજાણ્યા વ્યક્તિની લાશ આજે જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જેથી લોકોએ તાત્કાલિક લાશ અંગે પોલીસને જાણ કરી હતી. અંકલેશ્વરનામાં ખુલ્લી જગ્યામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો.
Crime News: ભુજના હમીરસર ખાતે તરતી લાશ મળી આવી છે. અજાણ્યા વ્યક્તિની લાશ આજે જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જેથી લોકોએ તાત્કાલિક લાશ અંગે પોલીસને જાણ કરી હતી. આ ઉપરાંત લાશને બહાર કાઢવા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે આ યુવક કોણ છે તેની માહિતી સામે આવી નથી. યુવકના મોત અને અનેક શંકાઓ સેવાઈ રહી છે.
તો બીજી તરફ અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં આવેલ ખુલ્લી જગ્યામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. લોહી લુહાણ હાલતમાં યુવાનનું મૃતદેહ મળી આવતા તેમની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસનો દોર શરૂ કર્યો છે.
જાણો ગુજરાતમાં કોણ આપી રહ્યું છે સાધુ સંતોને ધમકી
રાજકોટ: બીજેપીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ દેશમાં અનેક જગ્યાએ વિરોધ જોવા મળ્યો તો બીજી તરફ રાજસ્થાનમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક લોકોને નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ ધમકી પણ મળી છે. હવે આ કડીમાં રાજ્યના અનેત સાધુ સંતોએ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી છે. સાધુ સંતોએ સીઆર પાટિલ સામે પ્રોટેક્શન આપવા માગ કરી છે. સાધુ સંતોએ પાટીલને ધારદાર રજૂઆતો કરી હતી. તેમણે કહ્યું કે, નૂપુર શર્માના કિસ્સા પછી અમને પ્રોટેક્શન આપવું જરૂરી છે. નોંધનિય છે કે, જસદણ અને રાજકોટ શહેરમાં ધમકી વધી છે. સાધુ સંતોએ સીઆર પાટીલને રજુઆત કરી કે, નૂપુર શર્માના નિવેદન બાદ વિધર્મીઓ દ્વારા ધમકીની ઘટના વધી છે જે અટકવી જોઇએ.
આ પણ વાંચો.........
Aadhaar Card: ભુવન આધાર પોર્ટલ શરૂ, હવે ઘરે બેઠા મળશે આ તમામ સુવિધાઓ, ISRO સાથે થઈ ડીલ
Gaganyaan Mission: 2023માં અવકાશમાં ઉડાન ભરશે ગગનયાન, જાણો કેવું હશે ભારતનું પ્રથમ માનવ મિશન?
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, અમદાવાદમાં યલો તો આ જગ્યાએ રેડ એલર્ટ જાહેર
Shani Dev: શનિ દેવે માતાનું અપમાનનો બદલો લેવા માટે કરી કઠોર તપસ્યા, ત્યારે ભગવાન શિવે આપ્યું આ વરદાન
Coronavirus News: દેશમાં કોરોનાના કેસનો આંકડો 21 હજારને પાર, આટલા લોકોના થયા મોત
5 મહિનામાં પ્રથમ વખત સોનું 50 હજાર નીચે આવ્યું, 23 મહિના પહેલા ભાવ 56126 રૂપિયાના રેકોર્ડ સ્તરે હતો