Crime News: 'એડલ્ટ સ્ટાર જેવા કપડા પહેરાવે છે', પત્નીએ કહ્યુ- પોર્ન ફિલ્મ જોઇને કહે છે...
મહિલાએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી
Wife Complain Against Husband: રાજધાની દિલ્હીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્નીએ પતિ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. પત્નીએ કહ્યું હતું કે પતિને પોર્નની ટેવ છે અને તેની સાથે પણ તે એડલ્ટ સ્ટાર જેવું વર્તન કરે છે. પત્નીએ કહ્યું કે તેનો પતિ તેને પણ એડલ્ટ સ્ટાર જેવા કપડા પહેરવાનું કહે છે. મહિલાએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ મામલો નવી દિલ્હીના રોહતાસ નગર વિસ્તારનો છે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, મહિલાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ આપતા કહ્યું હતું કે તેના પતિને એડલ્ટ ફિલ્મો જોવાની આદત છે. ડીસીપી શાહદરા રોહિત મીણાને ટાંકીને રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે અશ્લિલ ફિલ્મો જોવાની ટેવ ધરાવતો પતિ તેની પત્ની સાથે પણ ફિલ્મની જેમ વર્તન કરતો હતો. આરોપી પતિ તેની પત્નીને પોર્ન ફિલ્મો જોવા માટે દબાણ કરતો હતો. એટલું જ નહીં તે તેને એડલ્ટ સ્ટાર જેવા કપડાં પહેરવા પણ દબાણ કરતો હતો.
અપ્રાકૃતિક સેક્સ કરવાનો આરોપ
મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે જો તે આવું ના કરે તો પતિ તેની સાથે બળજબરી કરતો હતો. મહિલાએ પતિ પર અકુદરતી સેક્સ સંબંધ બાંધવા દબાણ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. પત્નીના કહેવા પ્રમાણે, તેણે સમજાવવાની કોશિશ કરી કે તેને આ બધું ગમતું નથી, પરંતુ પતિ માનતો નહોતો. તેણે તેને વારંવાર અશ્લીલ વીડિયો જોવા માટે દબાણ કર્યું અને પછી તેની પત્નીને પણ તે જ રીતે કરવાનું કહેતો હતો. પત્નીએ વારંવાર સમજાવ્યો છતાં પતિ રાજી ન થતાં મહિલા ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. આ મામલે તે કોઇની મદદ પણ લઇ શકતી નહોતી. આખરે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સાસરિયાઓએ પણ આરોપ લગાવ્યા
પતિની સાથે મહિલાએ તેના સાસરિયાઓ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. પોલીસને આપેલી ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે પતિનો પરિવાર તેની પાસે દહેજની માંગણી કરે છે. આ સિવાય મહિલાએ પતિના સંબંધીઓ પર માનસિક અને શારીરિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. બંનેએ 2020માં લગ્ન કર્યા હતા.
Join Our Official Telegram Channel: