Rajkot: લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં, એક યુવકના પગ ભાંગી નાખ્યા
રાજકોટ: જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે. રાજકોટના સર્વેસ્વર ચોકમાં મયુર સિંહ રાણા પર દેવાયત ખવડે હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
રાજકોટ: જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે. રાજકોટના સર્વેસ્વર ચોકમાં મયુર સિંહ રાણા પર દેવાયત ખવડે હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ હુમલો પુષ્કર એપાર્ટમેન્ટ નજીક કરવામાં આવ્યો છે. દેવાયત ખવડ સહિત બે શખ્સોએ હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ હુમલામાં પીડિત યુવકના પગ ભાંગી ગયા છે. પીડિત યુવકનું નામ મયુરસિંહ છે. હુમલા બાદ મયુરસિંહને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી. રવિ રત્ન પાર્કમાં પાર્કિંગ બાબતે માથાકૂટ ચાલતી હોવાની વાત સામે આવી છે. હુમલાની સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ છે. દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિ લાકડી વડે માર મારતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. હાલમાં સીસીટીવીના આધારે એ ડીવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિધવાને પ્રેમજાળમાં ફસાવી બોલાવી ઘરે
રાજસ્થાનના ભરતપુર જિલ્લાના રૂપવાસ પોલીસ સ્ટેશનમાં એક વિધવા મહિલાએ અશ્લીલ વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપીને 50,000 રૂપિયા પડાવવાનો અને બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. મળતી માહિતી મુજબ, મંગળવારે કેસ નોંધાવતી વખતે મહિલાએ જણાવ્યું કે, ભરતપુરના સાવર પોલીસ સ્ટેશન વિસ્તારના બગધરી ગામમાં રહેતો યુવક અંકિત કુમાર તેના ગામની એક છોકરી સાથે વાત કરતો હતો. 13 ઓગસ્ટના રોજ તે યુવતીએ એક વખત મહિલાના ફોન પરથી અંકિતને ફોન કર્યો હતો અને ત્યારપછી અંકિતે મહિલાનો નંબર પોતાના ફોનમાં સેવ કર્યો હતો.
આ પછી તેણે મહિલાના નંબર પર ફોન કરવાનું શરૂ કરતાં અંકિતે મહિલાને તેની જાળમાં ફસાવી અને તેને મળવાના બહાને હોટલમાં લઈ ગયો. યુવકે હોટલમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો અશ્લીલ ફોટો પાડી લીધા અને વીડિયો બનાવી લીધા. આ પછી અંકિતે તે વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને મહિલા સાથે ઘણી વખત બળાત્કાર કર્યો હતો. આ સાથે હવે તેણે 50 હજાર રૂપિયા પણ પડાવી લીધા. પીડિત વિધવા મહિલાએ રૂ.ની છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો.
પોલીસનું શું કહેવું છે
પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મહિલાનું મેડિકલ પણ કરવામાં આવ્યું છે. રૂપવાસ પોલીસ સ્ટેશનના અધિકારી ભોજારામનું કહેવું છે કે એક વિધવા મહિલાએ અંકિત નામના યુવક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, જેમાં તેણે અંકિત પર હોટલમાં તેની સાથે બળાત્કાર કરવાનો અને અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને 50,000 રૂપિયા પડાવવાનો આરોપ મૂક્યો છે. આઈપીસી કલમ 376 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.