ટ્રેનમાં સગીરા સાથે અશ્લિલ હરકત કરી રહ્યો હતો વ્યક્તિ, વીડિયો વાયરલ થતા લોકોનો ફૂટ્યો ગુસ્સો
સોશિયલ મીડિયા પર એક શરમજનક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પુરુષ ટ્રેનમાં એક સગીર છોકરી સાથે અશ્લિલ હરકત કરી રહ્યો છે

સોશિયલ મીડિયા પર એક શરમજનક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પુરુષ ટ્રેનમાં એક સગીર છોકરી સાથે અશ્લિલ હરકત કરી રહ્યો છે. બીજા મુસાફરે આરોપીને રંગે હાથે પકડી લીધો અને તેનો વીડિયો બનાવી લીધી હતો.
यहां वीडियो देखिए pic.twitter.com/P3Zze73ZvC
— Nitin Prajapati (@Prajapat204) October 19, 2025
વીડિયોમાં શું છે?
વીડિયોમાં જોઈ શકાય છે કે એક ટ્રેનનો કોચ લગભગ ખાલી દેખાય છે. એક પુરુષ એક સગીર છોકરીની બાજુમાં બેઠો છે અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન, તેની સામે બેઠેલા એક મુસાફરે આખી ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. જ્યારે વીડિયો ઉતારનારે આરોપીને તેની હરકત બદલ ટોક્યો તો તે ગભરાઈ જાય છે અને પરિસ્થિતિ ટાળવાનો પ્રયાસ કરે છે. જોકે, તેને લોકોની સામે પોતાની ભૂલ સ્વીકારવાની ફરજ પડી હતી. જોકે વીડિયો સોશિયલ મીડિયા મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પરંતુ એબીપી અસ્મિતા વીડિયોની પુષ્ટી કરતું નથી.
સોશિયલ મીડિયા પર લોકોનો રોષ
આ વીડિયો @Prajapat204 નામના યુઝરે ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, "આ વીડિયો એક જનરલ ડબ્બાનો છે, જ્યાં ચશ્મા પહેરેલો આ માણસ પોતાના ગંદા વિચારોમાં ખોવાયેલો છે. તેણે પોતાની દીકરી જેવી દેખાતી છોકરીને ખૂબ જ અભદ્ર રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો." આ દરમિયાન, એક છોકરાએ તેનો વીડિયો બનાવ્યો. આવા લોકો જ સમાજમાં દરરોજ છોકરીઓને પોતાની હવસનો શિકાર બનાવે છે.
વીડિયો વાયરલ થયા બાદ લોકો ગુસ્સે ભરાયા હતા અને આરોપીઓ સામે પોક્સો એક્ટ હેઠળ કડક કાર્યવાહીની માંગ કરી હતી.
એક યુઝરે કહ્યું હતું કે, "આ વિકૃત વ્યક્તિઓને ભવિષ્યમાં આવા કૃત્યો ના કરે તે માટે કડક સજા થવી જોઈએ." અન્ય એક યુઝરે લખ્યું હતું કે વીડિયો બનાવનારાએ આ વ્યક્તિને કેમ માર્યો નહીં? બીજાએ લખ્યું હતું કે આ વ્યક્તિ જેલમાં હોવો જોઈએ. આ વ્યક્તિ વિરુદ્ધ તપાસ થવી જોઈએ અને તેની ધરપકડ કરવી જોઈએ.





















