News: પતિને હતુ બીજી મહિલા સાથે અફેર, ખબર પડતાં જ પત્નીએ પતિના ટૂકડા કરીને બિરયાની બનાવી ને પછી.......
પતિ-પત્ની વચ્ચે ઝઘડા અને પછી તેમના અલગ થવાના અનેક કિસ્સા દુનિયાભરમાંથી આવતા રહે છે. પરંતુ બેરહેમીથી હત્યા કરીને તેના અંગોને ખાઇ જવાની ઘટના પહેલીવાર સામે આવી છે.
તેહરાનઃ પતિ પત્ની વચ્ચે ઝઘડાની એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને માનવામાં પણ સંકોચ થશે. ઇરાનમાં એક પત્નિએ પોતાના પતિની હત્યા કરી નાંખી અને બાદમાં તેના અંગોની બિરયાની બનાવીને ખાધી. જોકે, બાદમાં આ મામલે પોલીસે એક્શન લેતા પત્નિને જેલના હવાલે કરી દીધી હતી. આ ઘટના એક અનૈતિક સંબંધોના કારણે ઘટી હતી.
પતિ-પત્ની વચ્ચે ઝઘડા અને પછી તેમના અલગ થવાના અનેક કિસ્સા દુનિયાભરમાંથી આવતા રહે છે. પરંતુ બેરહેમીથી હત્યા કરીને તેના અંગોને ખાઇ જવાની ઘટના પહેલીવાર સામે આવી છે. આ ઘટના ઇરાનની રાજધાની અસ્લામશહેરની છે. ધ સનના એક અહેવાલ મુજબ બંને વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો. બંનેના લગ્ન ઘણા સમય પહેલા થયા હતા અને તેમને પાંચ વર્ષની પુત્રી પણ છે.
અન્ય મહિલા સાથે હતા અનૈતિક સંબંધો -
એક મીડિયા રિપોર્ટ અનુસાર, પતિનુ અન્ય મહિલા સાથે અફેર હતું. પત્નીને આ વાત પસંદ ન હતી જ્યારે પતિને તેની પત્ની પસંદ ન હતી, પતિ રોજ તેની પત્ની અને દીકરીને માર મારતો હતો, પરંતુ એક દિવસ અચાનક બંને વચ્ચે ઝઘડો વધી ગયો અને પતિ છરી લઈને આવ્યો. ત્યારબાદ ઝઘડા વચ્ચે પત્નીએ છરી ઝૂંટવી લીધી હતી, ને પછી ગુસ્સામાં પત્નીએ પતિના શરીરના ટુકડા કરી નાખ્યા. એટલું જ નહીં, તેણે તેની બિરયાની બનાવી અને ખાવાનું શરૂ કર્યું.
જોકે, બાદમાં આ વાતની જાણ પોલીસને થઇ જતાં પોલીસ તેના ઘરે પહોંચી હતી, અહીં તેના પતિની અડધી લાશ મળી આવી હતી, બાદમાં પૂછપરછ દરમિયાન મહિલાએ પોલીસને આખી વાત જણાવી. જોકે આખી ઘટનાનો ખુલાસો પાડોશીઓ દ્વારા થયો હતો, જ્યારે પડોશીઓને ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી તો તેઓએ પોલીસને આ અંગે જાણ કરી, અને બાદમાં હત્યાની ઘટનાનો ભંડાફોડ થયો હતો.
આ પણ વાંચો........
Asia Cup 2022: એશિયા કપમાં નવી ટીમની એન્ટ્રી, ભારત-પાકિસ્તાન ગ્રૂપમાં સામેલ થશે, જાણો શેડ્યૂલ
Russia-Ukraine War: યુક્રેનના રેલવે સ્ટેશન પર રશિયાએ કર્યો મોટો હુમલો, 22 લોકો માર્યા ગયાનો દાવો
Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ
ગુજરાતી એક્ટ્રેસ હેપ્પી ભાવસારનું નાની વયે નિધન, અઢી મહિના અગાઉ બન્યાં હતાં માતા
Corona Cases In India: દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા હજાર નવા કેસ
ઝોમેટોને પિઝાનો ઓર્ડર રદ કરવો ભારે પડ્યો! 300 રૂપિયાના પિઝા માટે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે