(Source: ECI/ABP News/ABP Majha)
Marital Rape: દિલ્હી HC ના જજ એકમત નહીં, હવે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી
જસ્ટિસ રાજીવ શકઘર અને જસ્ટિસ હરિશંકરના વિચારોમાં કાનૂની જોગવાઈ હટાવવાને લઈ મતભેદ હતો. આ માટે તેને લાર્જર બેંચનો સોંપવામાં આવ્યો છે.
Marital Rape: મેરિટલ રેપ અપરાધ છે કે નહીં તેને લઈ દિલ્હી હાઇકોર્ટમાં આજે મહત્વની સુનાવણી થઈ. હાઈકોર્ટના જજ આ મામલે એક મત નહોતા. જેના કારણે હવે આ મામલો ત્રણ જજની બેંચને સોંપવામાં આવ્યો છે. ઉપરાંત હવે આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થશે.
વૈવાહિક બળાત્કારને ગુનો જાહેર કરવા પર દિલ્હી હાઈકોર્ટના બે ન્યાયાધીશોએ અલગ-અલગ અભિપ્રાય આપ્યા છે. એક ન્યાયાધીશે પત્ની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બનાવવાને પતિ તરફથી ગુનો ગણાવ્યો છે, જ્યારે અન્ય ન્યાયાધીશે કહ્યું છે કે કાયદામાં તેને બળાત્કારના દાયરાની બહાર ગણવામાં આવ્યું છે. તેને બદલવાની જરૂર નથી. બંને ન્યાયાધીશો આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થવી જોઈએ તેમ સહમત થયા છે. જસ્ટિસ રાજીવ શકઘર અને જસ્ટિસ હરિશંકરના વિચારોમાં કાનૂની જોગવાઈ હટાવવાને લઈ મતભેદ હતો. આ માટે તેને લાર્જર બેંચનો સોંપવામાં આવ્યો છે. પીઠે અરજીકર્તાને અપીલ કરવાની પણ છુટ આપી છે.
કોણે શું કહ્યું
- જસ્ટિસ રાજીવ શકધરે લગ્નના કારણે બળાત્કારની વ્યાખ્યામાં અપવાદને ફગાવી દીધો.
- જસ્ટિસ સી હરિ શંકરે અપવાદ રાખતા કહ્યું કે તે સમજી શકાય તેવા તફાવત પર આધારિત છે અને અરજદારો દ્વારા પડકાર નિષ્ફળ થવો જોઈએ.
- હાઈકોર્ટે કહ્યું કે અરજદારો અપીલમાં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે કારણ કે કાયદાનો મહત્વનો પ્રશ્ન સંકળાયેલો છે.
મેરિટલ રેપને ગુનો જાહેર કરવો કે નહીં તેને લઈ આજે દિલ્હી હાઈકોર્ટમાં ફેંસલો હતો. આ મામલે પહેલા કેન્દ્ર સરકારે વર્તમાન કાયદાની તરફેણ કરી હતી અને બાદમાં યુ ટર્ન લઈને બદલાવની વાત કરી હતી. હાઈકોર્ટે 21 ફેબ્રુઆરી તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો.
30 ટકા મહિલાઓ બને છે યૌન હિંસાની શિકાર
મેરિટલ રેપ ભલે ગુનો ગણવામાં આવતો ન હોય પરંતુ અત્યાર સુધી અનેક ભારતીય મહિલાઓ તેનો સામનો કરતી આવી છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વે (NFHS-5) મુજબ દેશમાં હજુ પણ 29 ટકાથી વધારે મહિલીઓ પતિની શારીરિક કે યૌન હિંસાનો સામનો કરે છે. ગામડા અને શહેરોમાં અંતર વધારે છે. ગામડામાં 32 ટકા અને શહેરોમાં 24 ટકા આવી મહિલાઓ છે.
આ પણ વાંચોઃ
Tomato Flu: બાળકોને ભરડામાં લઈ રહ્યો છે કોરોના જેવો આ વાયરસ, જાણો લક્ષણ અને સારવાર
Coronavirus: કોરોનાના વધતા કેસને લઈ રેલવેએ શું લીધો મોટો ફેંસલો ? જાણો વિગત
Seed Purchase: ખેડૂતો બિયારણની ખરીદી કરતી વખતે આ બાબતો રાખે ધ્યાનમાં, નહીં આવે રડવાનો વારો
Watch: શાહરૂખ ખાને સંજય દત્તની કરી મિમિક્રી, વીડિયો જોઈને તમે પણ હસીને બઠ્ઠા થઈ જશે
કોરોના બાદ આવ્યો વધુ એક ખતરનાક વાયરસ, જાણો લક્ષણો અને સારવાર
Locust: ખેડૂતના પાકને તબાહ કરી નાંખે છે તીડ, જાણો તીડથી બચવા અને નિયંત્રણ માટે શું કરશો
Cyclone Asani: ક્ષણવાર ચૂકી ગયો હોત તો યુવકે ગુમાવી દીધો હોત જીવ, જુઓ વાવાઝોડાનો ખૌફનાક લાઇ