CRIME NEWS: સુરતમાં સગી જનેતાએ 3 વર્ષના પુત્રની કરી હત્યા, પછી પોતે....
CRIME NEWS: સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતાએ મમતાનું ગળું ઘોટી નાખ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સુરતના વેડ રોડ પર એક મહિલાએ પોતાના જ 3 વર્ષના પુત્રની હત્યા કરી નાખી છે.
CRIME NEWS: સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતાએ મમતાનું ગળું ઘોટી નાખ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સુરતના વેડ રોડ પર એક મહિલાએ પોતાના જ 3 વર્ષના પુત્રની હત્યા કરી નાખી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પુત્રની હત્યા કર્યા બાદ માતાએ પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ હત્યા પાછળનું કારણ ઘર કંકાસ હોવાનું સામે આવ્યું છે. ઘરમાં રોજ થતા ઝઘડાને કારણે યુવતીએ આ પગલુ ભર્યું. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા હાલ સિંઘણપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં બનેવીએ કરી સાળાની હત્યા
CRIME NEWS: જામનગરમાં કાલાવડના માછરડા ગામે હત્યાની ઘટના સામે આવી છે. પતિ પત્નીના ઝઘડામાં યુવતીના ભાઈનો ભોગ લેવાઈ ગયો છે. આ અંગે વિગતે વાત કરીએ તો રિસામણે બેસેલી પત્નીના ઘરે જઈને પતિએ હુમલો કર્યો હતો. આરોપીએ રિસામણે બેઠેલ પત્ની, સાળા અને સસરા પર હુમલો કર્યો હતો. જેમાં આરોપીના સાળાનું મોત નિપજ્યું છે, આ ઉપરાંત ઇજાગ્રસ્ત થયેલા સસરાને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે.
આમ બનેવીના હાથે સાળાની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. આરોપીનું નામ નરેન્દ્રસિંહ ઉર્ફે જીગો ઝાલા છે. હવે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે અને હત્યા અને હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીના પિતાનું તાજેતરમાં જ અવસાન થતા સાસરા પક્ષના સભ્યો ખરખરો કરવા ન જતા આરોપી ગુસ્સે ભરાયો હતો. જે બાદ આવેશમાં આવીને તે સસરાના ઘરે ગયો અને હુમલો કરી દીધો.
વડોદરામાં પિતાએ 16 વર્ષની પુત્રી પર 3 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ
વડોદરામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. વડોદરાના મક્કરપુરા વિસ્તારમાં રહેતા સાવકા પિતાએ જધન્ય અપરાધ કરતા ચકચાર મચી છે. આ અંગે વિગતે વાત કરીએ તો 43 વર્ષના સાવકા પિતા 3 વર્ષ સુધી 12માં ધોરણમાં અભ્યાસ કરતી 16 વર્ષની પુત્રી પર દુષ્કર્મ કરતો રહ્યો. જેના કારણે સગીર પુત્રી ડિપ્રેસનમાં રહેતી હોવાથી આખરે માતાએ મક્કરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પત્નીની ફરિયાદ બાદ પતિ અનિલની પોલીસે ધરપકડ કરી છે. નોંધનિય છે કે, સપ્ટેમ્બર 2019થી આરોપી પિતા તેની પુત્રી દુષ્કર્મ કરતો હતો. સાવકા પિતા અનિલ વિરુદ્ધ કલમ 376 (2), 323 અને જાતીય રક્ષણ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ 2012ની હેઠળ ગુનો નોંધાયો છે. ઘટનાને પગલે આરોપી પિતા પર લોકો ફિટકાર વર્સાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ