(Source: ECI/ABP News/ABP Majha)
Mumbai: 62 વર્ષીય વ્યક્તિએ લિવ-ઈન પાર્ટનર પર ફેંક્યું એસિડ, 25 વર્ષથી સાથે રહેતા હતા
મુંબઈમાં એક વ્યક્તિએ તેના લિવ-ઈન પાર્ટનર પર એસિડ ફેંક્યું. જ્યારે મહિલા પાણીની ટાંકી ભરવા માટે ઉઠી હતી. દરમિયાન આરોપી બહારથી આવ્યો હતો અને તેની પાર્ટનર પર એસિડ ફેંક્યું હતું.
Mumbai: NCRBના ડેટા મુજબ, 2021માં દેશમાં એસિડ ફેંકવાની 102 ઘટનાઓ નોંધાઈ હતી. આ સંખ્યા 2019માં 150 અને 2020માં 105 હતી.
Acid Attack: મુંબઈમાં એક વ્યક્તિએ તેના લિવ-ઈન પાર્ટનર પર એસિડ ફેંક્યું. આ ઘટના શુક્રવારે સવારે બની હતી, જ્યારે મહિલા પાણીની ટાંકી ભરવા માટે ઉઠી હતી. દરમિયાન આરોપી બહારથી આવ્યો હતો અને તેની પાર્ટનર પર એસિડ ફેંક્યું હતું.
પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તેની ઓળખ મહેશ પૂજારી તરીકે થઈ છે. આરોપી 62 વર્ષનો છે જ્યારે તેનો લિવ-ઈન પાર્ટનર 54 વર્ષની છે. બંને કાલબાદેવી પાસેની એક ચાલમાં રહે છે.
25 વર્ષથી રહેતા હતા સાથે :
લોકમાન્ય તિલક માર્ગ પોલીસે જણાવ્યું કે, પૂજારીનો તેની પાર્ટનર સાથે ઝઘડો થયો હતો, આ ઝઘડા બાદ તે ઘણી બહાર ગયો હતો, ત્યારબાદ તે એસિડ લઈને પાછો ફર્યો અને તે મહિલા પર નાખી દીધો. એસિડથી દાઝી ગયેલી મહિલાને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાંથી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર જ્યોતિ દેસાઈએ જણાવ્યું હતું કે, અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને 15 મિનિટમાં જ આરોપીને પકડી લીધો હતો.
અધિકારીઓના જણાવ્યા મુજબ બંને 25 વર્ષથી સાથે રહેતા હતા. પૂજારીની નશાની આદતને કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા.
દેશમાં એસિડ ફેંકવાના કિસ્સાઓ :
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા મુજબ, 2021માં દેશમાં એસિડ ફેંકવાની 102 ઘટનાઓ નોંધાઈ હતી. આ સંખ્યા 2019માં 150 અને 2020માં 105 હતી. માહિતી મુજબ, એસિડ ફેંકવાની સૌથી વધુ ઘટનાઓ પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં જોવા મળી છે. દેશમાં દર વર્ષે બનતા લગભગ અડધા કેસ અહીંથી નોંધાયા છે.
એસિડ હુમલાના 83% કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જ્યારે તેમાંથી 54 % દોષિત ઠર્યા હતા. 2020માં, ચાર્જશીટનો દર વધીને 86% થયો હતો જ્યારે દોષિત ઠેરવવાનો દર વધીને 72% થયો હતો. 2021 માં, આ દરો 89% (ચાર્જશીટ) અને 20% (દોષિત) હતા. 2015 માં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે, તમામ રાજ્યોને મોકલવામાં આવેલી એડવાઈઝરીમાં એસિડ હુમલાના કેસોની ઝડપી સુનાવણી માટે વિનંતી કરી હતી.