Shraddha Murder Case: શ્રદ્ધાના હત્યારા આફતાબનું સુરત કનેકશન આવ્યું સામે, જાણો વિગત
Shraddha Case: શ્રદ્ધા મર્ડર કેસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. આફતાબ સાથે જોડાયેલા ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ પેડલર સુરતનો હોવાનું સામે આવ્યું છે.
Shraddha Murder Case Update: શ્રદ્ધા મર્ડર કેસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. આફતાબ સાથે જોડાયેલા ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ પેડલર સુરતનો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે ડ્રગ પેડલર મોમીનની ધરપકડ કરી છે. ફૈઝલ મોમીન આફતાબને ડ્રગ પહોંચાડતો હોવાની વાત સામે આવી છે. ફૈઝલ મોમીનના કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવશે. ફૈઝલ મોમીનની 4 દિવસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.. પાંડેસરા અને અમરોલીમાં 4કરોડના ડ્રગ કેસમાં ફૈઝલની મુંબઈ થી ધરપકડ થઈ હતી. ફૈઝલ મોમીન હાલ સુરતની લાજપોર જેલમાં છે.
આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ કઇ છોકરીને ઘરે બોલાવી હતી, કોણ છે તે ?
શ્રદ્ધા વૉલકરની હત્યા બાદ આરોપી આફતાબે કઇ છોકરીને પોતાના ઘરે બોલાવી હતી, પોલીસે તે છોકરીને ઓળખ કરી લીધી છે. આ છોકરીનો દિલ્હી પોલીસે સંપર્ક કરી લીધો છે અને પુછપરછ થઇ ચૂકી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, આ છોકરી વ્યવસાયથી એક સાઇકૉલજિસ્ટ છે, આરોપી આફતાબ ડેટિંગ એપ બમ્બલનો ઉપયોગ કરતો હતો, ડેટિંગ એપથી સંપર્કમાં આવેલી એક છોકરીને તેને પોતાના ઘરે બોલાવી હતી.
કથિત રીતે શ્રદ્ધાની હત્યા અને તેના મૃતદેહના ટૂકડા કર્યા બાદ આરોપી આફતાબે તેના ટૂકડાને ફ્રિઝમાં રાખ્યા હતા. તે પછી એક છોકરીને પોતાના ઘરે બોલાવી હતી. મળેલી જાણકારી અનુસાર, જે છોકરી આરોપી આફતાબના ઘરે આવી હતી, તે ધંધાથી એક મનોચિકિત્સક છે, આ મામલામાં પોલીસ આફતાબના ઘરે આવનારી છોકરીની શોધખોળ કરી હતી, હવે જ્યારે પોલીસને છોકરીને જાણ થઇ ગઇ છે, અને પુછપરછ કરી ચૂકી છે, તો આ જઘન્ય હત્યાકાંડમાં બીજા કેટલાય વધુ ખુલાસો થઇ શકે છે.
શ્રદ્ધાના હાડકા તેના પિતાના બ્લડ સેમ્પલના ડીએનએ સાથે મેચ થયા -
શ્રદ્ધા મર્ડર કેસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ફોરેન્સિક લેબના સૂત્રોના જણાવ્યા મુજબ, શ્રદ્ધાના હાડકા તેના પિતાના બ્લડ સેમ્પલના ડીએનએ સાથે મેચ થયા હતા. આમ ફોરેન્સિક તપાસમાં શ્રદ્ધાની હત્યાની પુષ્ટિ થઈ હતી. આફતાબે જ શ્રદ્ધાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. રિકવર કરાયેલા કેટલાક હાડકા અને ટાઇલ્સની વચ્ચેથી મળેલા લોહીના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક ટીમે દિલ્હી પોલીસને મૌખિક માહિતી આપી છે. સંપૂર્ણ રિપોર્ટ આવવામાં થોડા દિવસો લાગશે.