Surat Crime: સુરતના કામરેજમાં આતંક મચાવનાર સાકા ભરવાડને પોલીસે ઝડપી લીધો
સુરતના કામરેજ વિસ્તારમાં આતંક મચાવનાર રીઢા સાકા ભરવાડને આખરે પોલીસે ઝડપી લીધો છે , થોડા દિવસ અગાઉ સાકા ભરવાડે હોટેલ મલિક પર નજીક બાબતે હુમલો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા.
સુરત: સુરતના કામરેજ વિસ્તારમાં આતંક મચાવનાર રીઢા સાકા ભરવાડને આખરે પોલીસે ઝડપી લીધો છે , થોડા દિવસ અગાઉ સાકા ભરવાડે હોટેલ મલિક પર નજીક બાબતે હુમલો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા, પોલીસે સાકા ભરવાડને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સાકા ભરવાડ વિરુદ્ધ અગાઉ અનેક ધાડ, લૂંટ, મારામારી જેવા ગંભીર ગુના નોંધાઈ ચુક્યા છે અને પાસા હેઠળ સજા પણ કાપી ચુક્યો છે.
કામરેજ વિસ્તાર દિવસ રાત પ્રગતિ કરી રહ્યો છે. સાથે સાથે ગુના અને ગુનેગારો પણ વધી રહ્યા છે ત્યારે કામરેજ વિસ્તારના કુખ્યાત અને પોલીસ ચોપડે વોન્ટેડ એવા સાકા ભરવાડને ગઈકાલે કામરેજ પોલીસે કામરેજ વિસ્તારમાંથી ઝડપી લીધો છે. સાકા ભરવાડ વિરુદ્ધ અનેક ધાડ , લૂંટ તેમજ મારામારીના અનેક ગુના નોંધાઈ ચુક્યા છે. સાકો ભરવાડ અગાઉ પાસાની સજા પણ કાપી ચુક્યો છે.
ગત 15 તારીખના રોજ સાકા ભરવાડે કામરેજ ચાર રસ્તા નજીક આતંક મચાવ્યો હતો. કામરેજ ચાર રસ્ થી કામરેજ ગામ તરફ જતા માર્ગ પર આવેલા એક હોટેલ માલિક સાથે સામાન્ય બબાલ થતા સાકા ભરવાડે હોટેલ મલિકને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા અને ફરાર થઇ ગયો હતો. સદનસીબે હોટેલ મલિકનો જીવ બચી ગયો હતો પરંતુ ઘટનાને લઈ ભારે અફરાતફરી સર્જાઈ હતી . કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં ધંધાર્થીઓમાં સાકા ભરવાડને લઈ ભયનો માહોલ હતો.
જોકે પોલીસે ગઈકાલે સાકા ભરવાડની ધરપકડ બાદ આજરોજ સાકા ભરવાડને સાથે રાખી હોટેલ પર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જેથી કરીને લોકો માંથી ભયનો માહોલ દૂર કરી શકાય. હાલ પોલીસે કોર્ટમાંથી રિમાન્ડ લઈ સાકા ભરવાડ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી
સુરત શહેરમાં વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. શહેરના રાંદેર વિસ્તારમાંથી પોલીસે 4 આરોપીઓ પાસેથી એક ઓટો રીક્ષા, અલગ-અલગ કંપનીની વાહનોની બેટરી, મોબાઈલ તેમજ રોકડ સહિત 1.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા 4 આરોપીઓ પૈકીના 1 આરોપી પાસેથી મળી આવેલ ચોરીના મોબાઈલ અંગે પુછપરછ કરતા પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો હતો.
રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા ઘરફોડ અને મોબાઈલ ચોરીના 2 ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં 1 શખ્સ ભંગારનો વેપારી હોવાનું સામે આવ્યું છે.
સુરતના રાંદેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહનોમાંથી બેટરી ચોરીની ફરિયાદ પોલીસને મળી હતી. જે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં રાંદેર પોલીસની ટીમ કામે લાગી હતી.પોલીસ દ્વારા સોસાયટી અને આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી.