Crime News: રાજકોટમાં કારખાનામાં કામ કરતા બે મજૂરોની હત્યા કરવામાં આવતા ચકચાર, પોલીસ ઘટના સ્થળે
Crime News: રાજકોટમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. રાજકોટ-ભાવનગર રોડ પર શક્તિ સોસાયટીમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. શક્તિ સોસાયટીમાં આવેલા MBS ઓર્નામેન્ટ કારખાનમાં બે પરપ્રાંતિય મજૂરોની હત્યા કરવામાં આવી છે.
Crime News: રાજકોટમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. રાજકોટ-ભાવનગર રોડ પર શક્તિ સોસાયટીમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. શક્તિ સોસાયટીમાં આવેલા MBS ઓર્નામેન્ટ કારખાનમાં બે પરપ્રાંતિય મજૂરોની હત્યા કરવામાં આવી છે. ચોરીની આશંકાએ માર મારતા હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાની જાણ થતા ડીસીપી,ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. રાહુલ અને મીનુ નામના બે યુવકોની હત્યા કરવામાં આવી છે. હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.
ડબલ મર્ડરની ઘટના મામલે DCP ઝોન-1 સજ્જન સિંહ પરમારે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મૃતક રાહુલ mbs ઓર્નામેન્ટ નામના કારખાનામાં કામ કરતો હતો. મૃતક રાહુલ ચોરી કરેલો માલ મીનુને પહોંચાડતો હતો. રાહુલ ચાંદી ચોરતા પકડાતા રાહુલ અને મીનુને લઇ અવાયા હતા.
કારખાનાનાં માલિક સાગર સાવલિયા,મેનેજર વિપુલ મોલિયા, હિમાલય, ધવલ તેની સાથે મજૂરો કોન્ટ્રાકટર તન્મય અને પ્રદીપે લાકડાના ધોકા અને પાઇપથી માર માર્યો હતો. તન્મય અને વિપુલને કારખાનામાંથી ત્રણ કિલો ચાંદી ઓછી હોવાનું જાણવા મળ્યું હતું. રાહુલ પર વોચ રાખતા તેની પાસેથી 100 ગ્રામ ચાંદી મળી આવી હતી. ત્યાર બાદ બંન્નેને કારખાને લઇ જઇ માર મારવામાં આવ્યો હતો. જો કે, વધુ પડતો માર મારવાને કારણે બન્નેના મોત થયા હતા. આ આ ઘટના હત્યામાં પરિણમી હતી. આ ઉપરાંત હજુ પણ આ મામલે કોઈની સંડોવણી છે કે કેમ સમગ્ર મામલે તપાસ ચાલુ છે. અત્યાર સુધી કુલ છ લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ અંગે વિગતે વાત કરીએ તો, સવારે 108ને એવો કોલ મળ્યો હતો કે ભાવનગર રોડ બેડીપરા ફાયર બ્રિગેડ સામે શિવધારા હોટેલ પાછળ આવેલી શક્તિ સોસાયટીમાં એમબીએસ ઓર્નામેન્ટ કારખાનામાં બે યુવાન બેભાન હાલતમાં પડ્યા છે. જે બાદ આ કોલને આધારે 108ના પાઇલોટ અને ઇએમટી પહોંચ્યા હતાં. જો કે, ઇએમટી તબિબની તપાસમાં આ બંને યુવાન મૃત જણાતાં તાત્કાલિક પોલીસ કન્ટ્રોલ રૂમને આ અંગેની જાણ કરવામાં આવી હતી. જે બાદ ઇન્ચાર્જ પીએસઆઇ કેએસ મિશ્રા સહિતની ટીમે થોરાળા પોલીસને જાણ કરતાં ઇન્ચાર્જ પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા સહિતનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો.
જે બાદ બંને મજૂરને માર માર્યા બાદ તેના મોત થયાની અને ડબલ મર્ડરની વિગતો જાહેર થતાં ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમાર, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઇમ બીબી બસીયા સહિત અન્ય પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે બાદ સમગ્ર ઘટનાની જીણભરી તપાસ શર કરવામાં આવી હતી.