અમદાવાદ: દીકરીની છેડતી કરનારને ઠપકો આપવા ગયેલા પિતાની હત્યા
અમદાવાદ: શહેરના માધુપુરામાં હત્યાની ઘટના સામે આવી છે. જ્યાં પરિણીતાની છેડતી કરનારને ઠપકો આપવા જતાં પિતાની હત્યા કરવામાં આવી છે. આરોપીએ પરિણીતાના પિતા અને પુત્ર પર ચપ્પુથી હુમલો કરી દીધો.
અમદાવાદ: શહેરના માધુપુરામાં હત્યાની ઘટના સામે આવી છે. જ્યાં પરિણીતાની છેડતી કરનારને ઠપકો આપવા જતાં પિતાની હત્યા કરવામાં આવી છે. 25 વર્ષીય પરિણીતા દીકરાને લઈને બહાર જતી હતી તે સમયે વૈભવ ઠાકોર નામના શખ્સે તેમની છેડતી કરી હતી. જે બાદ પરિણીતાએ પિતા- ભાઈ અને બહેનને આ અંગે જાણ કરી હતી. ત્યાર બાદ તેઓ વૈભવ ઠાકોરને ઠપકો આપવા ગયા હતા. જો કે, આરોપી લાજવાને બદલે ગાજ્યો હતો અને ઘરમાંથી ચપ્પુ લઇને આવ્યો અને પરિણીતાના પિતા અને પુત્ર પર ચપ્પુથી હુમલો કરી દીધો.
બંનેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. પરિણીતાના પિતાને ફરજ પર હાજર ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલાની ફરિયાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રથમ તો મહિલાની છેડતી બાદમાં તેમના જ પિતાની હત્યા. આરોપીને પોલીસનો કે કાયદાનો ડરના હોય તેમ લાગી રહ્યું છે.
આણંદ: ડમ્પરે બાઈકને ટક્કર મારતા માસુમ બાળકની સામે જ માતા-પિતાએ જીવ ગુમાવ્યો
આણંદ: લીમડાપુરા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. અજાણ્યા ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતા બે લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ ગોજારા અકસ્માતમાં બાઈક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે જ્યારે બાળકનો આબાદ બચાવ થયો છે. બાળકે માતા પિતા ગુમાવ્યા છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં બંન્ને મૃતકોને પોસ્ટમાર્ટમ માટે ખાસેડાયા છે અને પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.
દાહોદમાં હિટ એન્ડ રનની ઘટનામાં પુત્રનું મોત, પિતાની હાલત ગંભીર
દાહોદ: હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત થયું છે. દાહોદ જેકોટ નજીક આ ઘટના બની હતી. જેકોટ હાઇવે પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતા. બાઇક પર સવાર પિતા પુત્રમાથી પુત્રનું મોત થયું છે જ્યારે પિતા સારવાર હેઠળ છે. 108ની મદદથી પિતાને હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પુત્રના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છે.
ગુજરાતમાં અનેક જગ્યાએ સીબીઆઈએ દરોડા પાડતા ફફડાટ, કરોડો રૂપિયાનો છે મામલો
CBI Raids in Gujarat: ગુજરાતમાં અનેક જગ્યાએ સીબીઆઈએ દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. વડોદરા, ડીસા, અને ગાંધીધામમાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે. ચાર કંપની સંચાલકોના ઘરે સર્ચ કરવામાં આવ્યું છે. તેમાં સરકારને 52.80 કરોડનો ચૂનો ચોપડવાનો ગુનો નોંધાયો છે. કેસ કુસુમ ટ્રેડર્સ, શરદ એગ્રો ટ્રેડર, મેસર્સ જય ભવાની ઓનલાઇન ટ્રાન્સપોર્ટ તથા મેસર્સ સ્વસ્તિક કૉટિંગ સર્વિસિસના માલિકો પર સીબીઆઇએ સકંજો કસ્યો છે. કૌભાંડ ઢાંકવા માટે ડીલરો દ્વારા ઔદ્યોગિક મીઠાની બનાવટી ખરીદી કરી તે અન્ય રીતે દર્શાવાયો હતો. હાલમાં ખાનગી કંપનીના ડાયરેક્ટર અને પ્રમોટર સહિત 15 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાયો છે.