શોધખોળ કરો

CRIME NEWS: જેતપુરમાં સામાન્ય બોલાચાલી બાદ યુવકની હત્યા, પોલીસનો કાફલો ઘટના સ્થળે

CRIME NEWS: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેતપુરનાં ભોજાધાર વિસ્તારમાં બે યુવાનો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો હત્યામાં પરિણમ્યો હતો.

CRIME NEWS: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેતપુરનાં ભોજાધાર વિસ્તારમાં બે યુવાનો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો હત્યામાં પરિણમ્યો હતો. ભોજાધાર વિસ્તારના સાડીના કારખાના પાછળનાં વિસ્તારમાં બે યુવકો વચ્ચે તકરાર બાદ હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારનાં ચકચાર મચી ગયો છે. મૃતકનું નામ જીગ્નેશ નરસોતરા છે. જીગ્નેશ નરસોતરાની હત્યા કરી યુવક ફરાર  થઈ ગયો છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.  જેતપુર સીટી પોલીસ, એલસીબી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

વાપીમાં 6 વર્ષની બાળકીનું અપહરણ

વાપીના કરવડમાં 6 વર્ષીય બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે, વલસાડ પોલીસે સતર્કતા વાપરી 24 કલાકમાં જ આરોપીને દબોચી લીધો હતો. પોલીસે આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડયો હતો. આરોપી બાળકીને નેપાળ લઈ જવાનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભોગ બનેલ બાળકી કરવડના એક કંસ્ટ્રસ્કશનમાં કામ કરતા એક શ્રમજીવી પરિવારની હતી. ત્યાં જ સાથે કામ કરતા શ્રમજીવીએ 6 વર્ષીય બાળકીનું અપહરણ કર્યું હતું. હાલમાં વલસાડ પોલીસ આરોપીને એમપીથી ગુજરાત લાવવાની કામગીરી કરી રહી છે. તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

સુરતમાં સાારવાર માટે આવેલી મહિલા સાથે ડોક્ટરે કર્યા અડપલા

સુરત: ઉન ગભેણી રોડ પર આવેલ સમ્સ ક્લિનિકના ડોક્ટર સામે શારીરિક અડપલાનો મહિલાએ આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે. પેટમાં દુખાવો થતાં સારવાર માટે હોસ્પિટલે આવેલી મહિલા સાથે ડોક્ટરે ગેરવર્તન કર્યું હોવાની વાત સામે આવી છે. પેટના ભાગે ચેક કરતા ડોકટરે પ્રાઇવેટ પાર્ટ પર સ્પર્શ કરતા મહિલા ગભરાઈ ગઈ હતી. હાલમાં સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં ડોક્ટર મકસુદ સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. જે બાદ સચિન જીઆઇડીસી પોલીસે ડોક્ટર મકસુંદની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમેરિકામાં ગુજરાતી દંપત્તિની ગોળી મારી હત્યા કરવામાં આવતા હડકંપ

અરવલ્લી: અમેરિકામાં ફરીવાર ગુજરાતીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકામાં અરવલ્લીના મેઘરજના દંપત્તિની હત્યા કરવામાં આવી છે. અમેરિકામાં ગત ૬ તારીખે ગોળી મારી બન્નેની હત્યા કરવામાં આવી હતી. મોટેલ વ્યવસાય સાથે જોડાયેલ વેપારીની હત્યાથી ચકચાર મચી ગયો છે. અગાઉની અદાવત રાખી ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. મેઘરજના શેઠ રજનીકાંત વલ્લભદાસ અને પત્ની નિરીક્ષાબેનની હત્યાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. મેઘરજ ખાતે પરિવારજનોને આજે જાણ કરાઈ છે. અમેરિકામાં વારંવાર ગુજરાતીઓ પર હુમલાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget