શોધખોળ કરો

Jobs: ઇન્ડિયન આર્મીમાં નોકરી કરવાની સુવર્ણ તક, લૉ અને ક્લેટ વાળા ઉમેદવારો માટે મોટી ભરતી

Indian Army: JAG એન્ટ્રી સ્કીમનો 35મો અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂરો થવા પર, ઉમેદવારોને ભારતીય સેનામાં લેફ્ટનન્ટના પદ પર નિયુક્ત કરવામાં આવશે

Indian Army JAG Entry: ભારતીય સેનામાં જોડાઈને કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. હાલમાં જ ભારતીય સેનાએ 35માં જજ એડવૉકેટ જનરલ, GAG એન્ટ્રી સ્કીમ માટે ઓફિશિયલ રિક્રૂટમેન્ટ નૉટિફિકેશન બહાર પાડ્યુ છે, જે ઓક્ટોબર 2025 માં શરૂ થવા જઈ રહી છે. જેમાં અપરિણીત પુરૂષ અને મહિલા કાયદા સ્નાતકોને ભારતીય સેનાની જૈગ શાખામાં શૉર્ટ સર્વિસ કમિશન, એસએસસી ઓફિસર તરીકેની જગ્યાઓ માટે અરજી કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

આમાં, રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આર્મીની સત્તાવાર ભરતી વેબસાઇટ, joinindianarmy.nic.in દ્વારા અરજી કરી શકે છે. સત્તાવાર સમયપત્રક મુજબ, ભરતી પ્રક્રિયા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 28મી નવેમ્બર છે. આ ભરતી અભિયાનનો હેતુ કુલ આઠ જજ એડવૉકેટ જનરલની જગ્યાઓ ભરવાનો છે, જેમાંથી ચાર પુરુષો માટે અને ચાર મહિલાઓ માટે છે. ચાલો જેએજી એન્ટ્રી સ્કીમ ભરતી સંબંધિત તમામ માહિતી જાણીએ.

લાયકાત 
35મી જેએજી એન્ટ્રી સ્કીમ માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 21 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેનો જન્મ જુલાઈ 2, 1998 થી 1 જુલાઈ, 2004 ની વચ્ચે હોવો જોઈએ. ઓછામાં ઓછા 55 ટકા એકંદર ગુણ સાથે ત્રણ વર્ષ અથવા પાંચ વર્ષનું એલએલબી પાસ કરેલ હોવું જોઈએ. ઉપરાંત, એક માન્ય CLAT PG 2024 સ્કોર હોવો જોઈએ.

પસંદગી પ્રક્રિયા 
જેએજી 35મી એન્ટ્રી સ્કીમ માટેની પસંદગી પ્રક્રિયામાં અનેક તબક્કાઓનો સમાવેશ થાય છે. CLAT PG 2024 પરીક્ષામાં તેમના પ્રદર્શનના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને પાંચ દિવસીય સેવા પસંદગી મંડળ, SSB ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે, જેમાં તેમની શારીરિક અને માનસિક ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. જેઓ ઇન્ટરવ્યુ રાઉન્ડ ક્લિયર કરે છે તેઓએ તેમની ફિટનેસનું મૂલ્યાંકન કરવા માટે મેડિકલ ટેસ્ટ કરાવવો પડશે. તમામ રાઉન્ડમાં ઉમેદવારોના પ્રદર્શન અને એકંદર પાત્રતા માપદંડોના આધારે અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

અહીં થશે પસંદગી પામેલા ઉમેદવારોની ટ્રેનિંગ 
અંતિમ પસંદગી પછી બધા શૉર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં 49-અઠવાડિયાના સખત તાલીમ કાર્યક્રમમાંથી પસાર થશે. આ તાલીમ કાર્યક્રમ ઉમેદવારોને ભારતીય સેનાના જજ એડવોકેટ જનરલ બ્રાન્ચના અધિકારીઓ તરીકે તેમના હોદ્દા માટે તૈયાર કરવા માટે બનાવવામાં આવ્યો છે.

આટલો મળશે પગાર 
JAG એન્ટ્રી સ્કીમનો 35મો અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂરો થવા પર, ઉમેદવારોને ભારતીય સેનામાં લેફ્ટનન્ટના પદ પર નિયુક્ત કરવામાં આવશે, જેમનો મૂળ પગાર દર મહિને રૂ. 56,100 હશે. આ સાથે, ઉમેદવારને 15,500 રૂપિયાના લશ્કરી સેવા પગાર સહિત ઘણા પ્રકારના ભથ્થાં મળશે. લેફ્ટનન્ટની પોસ્ટ માટે પગાર ધોરણ અંદાજે રૂ. 56,100 થી રૂ. 1,77,500 છે.

આ પણ વાંચો

ITBP માં કોન્સ્ટેબલ અને SI પદ પર અરજી કરવાનું શરુ, મળશે 1.12 લાખ સુધી પગાર

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget