CBSE Result 2025: ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે CBSE બોર્ડનું પરિણામ, આ રીતે ડાયરેક્ટ કરી શકશો ચેક
CBSE ટૂંક સમયમાં 10મા અને 12મા બોર્ડના પરિણામો જાહેર કરશે.CBSE તરફથી વિદ્યાર્થીઓને DigiLocker નું એક્સેસ આપવામાં આવ્યું છે

CBSE એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ટૂંક સમયમાં 10મા અને 12મા બોર્ડના પરિણામો જાહેર કરશે. એવું માનવામાં આવે છે કે બોર્ડ દ્વારા એક કે બે દિવસમાં આની જાહેરાત કરવામાં આવી શકે છે. બોર્ડ દ્ધારા ડિજીલોકરની ઍક્સેસ આપીને આની શક્યતા પહેલાથી જ વધારી દેવામાં આવી છે. બોર્ડે ગયા વર્ષે 13 મેના રોજ પરિણામ જાહેર કર્યું હતું.
CBSE એ 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ દરમિયાન ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓનું આયોજન કર્યું હતું. જેમાં લગભગ 42 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી CBSEના પરિણામની રાહ જોઈ રહ્યા છે, જોકે બોર્ડ તરફથી હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે બોર્ડ તરફથી એક કે બે દિવસમાં પરિણામ જાહેર કરવામાં આવી શકે છે.
બોર્ડે વિદ્યાર્થીઓને ડિજીલોકરનું ઍક્સેસ આપ્યું
CBSE દ્વારા વિદ્યાર્થીઓને DigiLocker નું એક્સેસ આપવામાં આવ્યું છે. CBSEનું પરિણામ ગયા વર્ષે 13 મેના રોજ જાહેર થયું હતું. આ વખતે પણ પરિણામો આ તારીખની આસપાસ જાહેર થવાની ધારણા છે. એટલા માટે બોર્ડે 4 દિવસ પહેલા વિદ્યાર્થીઓને ડિજીલોકરનું ઍક્સેસ આપ્યું હતું. આ વખતે વેબસાઇટની સાથે વિદ્યાર્થીઓ ડિજીલોકર પર પણ પરિણામ જોઈ શકશે. આ વિદ્યાર્થીઓને ડિજીલોકર એક્સેસ માટે એક પિન આપવામાં આવ્યો છે, આ છ-અંકનો પિન વિદ્યાર્થીઓને તેમની શાળાઓ દ્વારા આપવામાં આવશે.
CBSE નું પરિણામ કેવી રીતે ચેક કરવું?
સૌ પ્રથમ CBSEની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર જાવ.
હોમપેજ પર તમને ધોરણ 10-12ના પરિણામનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
તમારી સામે લોગિન પેજ ખુલશે, તમારા ક્રેડેન્શિયલ દાખલ કરો અને લોગિન કરો. આમાં નોંધણી નંબર અને જન્મ તારીખ જેવી માહિતીની જરૂર પડી શકે છે.
આ પછી તમારું પરિણામ તમને બતાવવામાં આવશે. ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ પણ લઇ લો.
ઉમંગ એપ મારફતે ધોરણ 10 અને 12ના પરિણામો કેવી રીતે ચેક કરવા
સ્ટેપ-1: 'ઉમંગ' એપ ડાઉનલોડ કરો.
સ્ટેપ -2: એપ ઓપન કરો અને શિક્ષણ વિભાગમાં જાઓ અને 'CBSE' પસંદ કરો.
સ્ટેપ-3: તમારું પરિણામ ડાઉનલોડ કરવા માટે જરૂરી ક્રેડેન્શિયલ દાખલ કરો.
ધોરણ 10 અને 12ના પરિણામો SMS દ્વારા કેવી રીતે ચેક કરવા
સ્ટેપ-1: મેસેજિંગ એપ ઓપન કરો.
સ્ટેપ -2: ટાઇપ કરોઃcbse10/ cbse12
સ્ટેપ-3: 7738299899 પર મોકલો
સ્ટેપ-4: તમારું પરિણામ SMS દ્વારા પ્રાપ્ત થશે.
Education Loan Information:
Calculate Education Loan EMI





















