(Source: ECI/ABP News/ABP Majha)
CS Syllabus: CS નો બદલાશે અભ્યાસક્રમ, જાણો ક્યારથી લાગુ થશે નવો સિલેબસ
CS: નવા અભ્યાસક્રમની પ્રથમ પરીક્ષા જૂન 2023થી લેવામાં આવશે. નવા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની આધુનિક નોલેજ આધારીત જાણકારી મળશે.
CS Syllabus: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) બાદ હવે કંપની સેક્રેટરી (સીએસ)નો પણ અભ્યાસક્રમ બદલાશે. સીએસનો નવો અભ્યાસક્રમ જૂન ૨૦૨૩થી અમલી થશે તેવી જાહેરાત ઈન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી છે.
સીએસનો નવો અભ્યાસક્રમ 16 જુલાઇથી પબ્લિક રીવ્યુ માટે સમગ્ર દેશમાં ઓપન કરાશે
આઇસીએસાઆઇના નેશનલ પ્રેસિડેન્ટે જણાવ્યું કે, 'નવી શૈક્ષણિક પોલિસી અંતર્ગત કંપની સેક્રેટરીનો સંપૂર્ણ અભ્યાસક્રમ બદલાઇ રહ્યો છે. સ્કિલ ડેવલપમેન્ટ આધારીત સીલેબસ, આંતરરાષ્ટ્રીય તકો શોધી નવા અભ્યાસક્રમમાં આમુલ ફેરફાર કરાશે. નવી શૈક્ષણિક પોલિસીનો એક વર્ષ અભ્યાસ કર્યા બાદ નવો અભ્યાસક્રમ લાવવામાં આવ્યો છે, જેનાથી વિદ્યાર્થીઓને એકેડેમિક કેરિયર બનાવવામાં મદદ મળશે. સીએસનો નવો અભ્યાસક્રમ 16 જુલાઇથી પબ્લિક રીવ્યુ માટે સમગ્ર દેશમાં ઓપન કરાશે. આ પછી 1 થી 3 સપ્ટેમ્બરમાં અભ્યાસક્રમનો અંતિમ ઓપ જાહેર કરાશે.
નવા અભ્યાસક્રમ મુજબ પ્રથમ પરીક્ષા ક્યારથી લેવાશે
નવા અભ્યાસક્રમની પ્રથમ પરીક્ષા જૂન 2023થી લેવામાં આવશે. નવા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની આધુનિક નોલેજ આધારીત જાણકારી મળશે. આ ઉપરાંત તેઓને સ્પેશિયાલિસ્ટ બનવા માટે ઈલેક્ટિવ પેપર પદ્ધતિનો લાભ મળી શકશે. 10 વર્ષના સીએસની પ્રેક્ટિસનો અનુભવ ધરાવતા સીએસને એકેડેમિક સાઇટમાં પ્રેક્ટિસિંગ પ્રોફેસરની કેરિયર બનાવવા પણ યુજીસીને રજૂઆત કરી છે. ' દરમિયાન આઈસીએસઆઈ અમદાવાદ ચેપ્ટરને વર્ષ 2020 દરમ્યાન બેસ્ટ ચેપ્ટર ઓફ ઈન્ડિયાનો એર્વોર્ડ પ્રાપ્ત થયાની ઘોષણા 'કંપની સેક્રેટરી-એ પ્રિફર્ડ પ્રોફેશનલ' થીમ પર લોનાવાલામાં યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં કરવામાં આવી હતી.
આ પણ વાંચો.........
US Green Card: અમેરિકા જવા માંગતા ભારતીયો માટે શું છે સારા સમાચાર ? જાણીને થઈ જશો ખુશ
Gujarat Riots:તિસ્તા સેતલવાડને લઈને ATSની ટીમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી
Health Tips: ડાયેટમાં આજે જ સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક
Education Loan Information:
Calculate Education Loan EMI