BRO Recruitment 2022: બીઆરઓમાં 246 જગ્યાઓ માટે બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી........
આ ભરતી અભિયાન જનરલ રિઝર્વ એન્જિનીયરિંગ ફોર્સના 246 ખાલી પદોને ભરવા માટે બહાર પાડવામાં આવી છે.
BRO Recruitment 2022: સીમા સડક સંગઠન (બીઆરઓ)એ જનરલ રિઝર્વ એન્જિનીયરિંગ ફોર્સના 246 પદો માટે અરજી માંગી છે. ઉમેદવાર વિસ્તૃત અધિસૂચના બીઆરઓની અધિકારિક વેબસાઇટ www.bro.gov.in પર જોઇ શકે છે. અરજીપત્ર જમા કરવાની અંતિમ તારીખ રોજગાર સમાચારમાં જાહેરાતના પ્રકાશનથી 45 દિવસની છે. આ જાહેરાત 13 ઓગસ્ટે પ્રકાશિત થઇ હતી.
બીઆરઓ ભરતી 2022 ખાલી જગ્યાઓની માહિતી -
આ ભરતી અભિયાન જનરલ રિઝર્વ એન્જિનીયરિંગ ફોર્સના 246 ખાલી પદોને ભરવા માટે બહાર પાડવામાં આવી છે. જેમાંથી 14 જગ્યાઓ ડ્રાફ્ટમેન માટે છે, 7 જગ્યાઓ પર્યવેક્ષક (પ્રશાસન) માટે છે, 13 પર્યવેક્ષક સ્ટૉરના પદો માટે છે, 9 જગ્યાઓ પર્યવેક્ષક સિફર માટે છે, 10 ખાલી હિન્દી વેબસાઇટના પદો માટે છે, 35 જગ્યાઓ ઓપરેટર (સંચાર) માટે છે, આ 30 ભરતીઓ ઇલેક્ટ્રિશિયનના પદો માટે છે, 24 જગ્યાઓ વેલ્ડરના પદો માટે છે, 22 જગ્યાઓ છે મલ્ટી વર્કર (બ્લેક સ્મિથ)ના પદ અને 82 જગ્યાઓ મલ્ટી સ્કિલ્ડ વર્કર (રસોઇયા)ના પદ માટે છે.
બીઆરઓ ભરતી 2022 અરજી ફીઃ- અરજી ફી 50 રૂપિયા છે.
બીઆરઓ ભરતી 2022: - આ રીતે કરો અરજી-
ઉમેદવાર નીચે લખેલા સરનામે જમા કરી શકે છે : o કમાન્ડેન્ટ GREF સેન્ટર, દિધી કેમ્પ, પુણે- 411 015।
આ વાતોનુ રાખો ધ્યાન -
- અરજી માત્ર અંગ્રેજી/હિન્દીમાં ભરાશે.
- કોઇપણ ઉમેદવાર એકજ અરજીપત્રમાં એક પદથી વધુ માટે અરજી નથી કરી શકતો. એકથી એક વધુ પદો માટે અરજી કરનારા ઉમેદવારોને અલગ અલગ અરજી કરવી પડશે.
- એક કવરમાં એક અરજી હોવી જોઇએ, માત્ર એક પદ માટે.
- એક જ અરજીપત્રમાં એકથી વધુ અરજી કરનારા ઉમેદવારોની ઉમેદવારી રદ્દ કરવામાં આવી શકે છે.
- ઉમેદવારને અરજીપત્ર અને પ્રવેશપત્રમાં નવીનત્તમ ફોટો લગાવવો પડશે.
- લેખિત પરીક્ષા, શારીરિક દક્ષતા પરીક્ષા અને
- પ્રેક્ટિકલ ટેસ્ટ (ટ્રેડ ટેસ્ટ) વિભાગ દ્વારા નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો..........
જનતા પર વધુ એક મોંઘવારીનો માર, અમૂલ બાદ બરોડા ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
NTPC Recruitment 2022: આસિસ્ટન્ટ ઓફિસર માટે ભરતીની જાહેરાત, 1.20 લાખ રૂપિયા સુધી મળશે પગાર
CRIME NEWS: વડોદરામાં નરાધમ પિતાએ 16 વર્ષની પુત્રી પર 3 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, આખરે માતાએ...
Astrology Remedies: 17 સપ્ટેમ્બર સુધી આ રાશિના લોકોને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, રહો સતર્ક
Education Loan Information:
Calculate Education Loan EMI