શોધખોળ કરો

KVS Class 1 Admission 2023: પ્રથમ રાઉન્ડના પરિણામો જાહેર, આ રીતે જાણો તમારા બાળકનું નામ યાદીમાં છે કે નહીં

KVS Class 1 Admission 2023 Result: કેન્દ્રીય વિદ્યાલય સંગઠને વર્ગ 1 માં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડના પરિણામો જાહેર કર્યા છે. તમારા બાળકનું નામ આ યાદીમાં છે કે નહીં તે જોવા માટે નીચેની લિંક તપાસો.

KVS Class 1 Admission 2023 Result Out: KVS માં વર્ગ 1 માં પ્રવેશ માટેના પ્રથમ રાઉન્ડના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જે માતા-પિતાએ તેમના બાળકના પ્રવેશ માટે અરજી કરી છે તેઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને તપાસ કરી શકે છે કે તેમના બાળકનું નામ પ્રથમ યાદીમાં છે કે નહીં. આ કરવા માટે, માતાપિતા અથવા વાલીઓએ કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે, જેનું સરનામું છે - kvsangathan.nic.in. પરિણામ તપાસવા માટેની સીધી લિંક પણ નીચે આપેલ છે. જેમણે પોતાના બાળકને ધોરણ એકમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓ યાદીમાં જઈને પોતાનું નામ ચકાસી શકે છે.

જેની પસંદગી કરવામાં આવી છે

જે ઉમેદવારોની પસંદગી લોટરી પદ્ધતિથી થઈ છે અને તેમના નામ યાદીમાં આવ્યા છે તેઓ 21 એપ્રિલ 2023 એટલે કે આજથી પ્રવેશ લઈ શકશે. લાયક ઉમેદવારોનો પ્રવેશ ફક્ત RTE, સેવા શ્રેણી (I અને II) માંથી જ કરવામાં આવશે. જે માતા-પિતાના બાળકોનું નામ આ યાદીમાં નથી, તેમણે અત્યારે રાહ જોવી જોઈએ. આગળના તબક્કામાં એટલે કે આગલી યાદીમાં તેમના બાળકનું નામ દેખાઈ શકે છે.

આ રીતે પરિણામ તપાસો

પરિણામ તપાસવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ એટલે કે kvsangathan.nic.in પર જાઓ.

અહીં હોમપેજ પર એક લિંક આપવામાં આવશે જેના પર KVS વર્ગ 1 પ્રવેશ 2023 પરિણામ લિંક લખવામાં આવશે. તેના પર ક્લિક કરો.

આમ કરવાથી એક નવું પેજ ખુલશે. આ પેજ પર માતા-પિતા અથવા વાલીઓએ તેમનું રાજ્ય અને KV નામ પસંદ કરવાનું રહેશે.

આમ કરવાથી, એક નવી યાદી ખુલશે જ્યાં ઉમેદવારોના નામ આપવામાં આવશે.

આ પૃષ્ઠ ડાઉનલોડ કરો અને જો તમે ઇચ્છો તો તેની પ્રિન્ટ આઉટ લો.

આ ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

તમે આ વેબસાઈટ પરથી આગળના રાઉન્ડના પરિણામો પણ જોઈ શકો છો.

એડમીશન માટે શું છે નિયમ

નોંધનીય છે કે, કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રથમ ધોરણમાં પ્રવેશ માટે લઘુત્તમ વય 6 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉંમર 31 માર્ચ 2023 થી ગણવામાં આવશે. KVS વર્ગ 1 માં પ્રથમ કામચલાઉ પસંદગી અને પ્રતીક્ષા સૂચિ 20 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવશે. જ્યારે, વર્ગ 2 માં પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા 3 એપ્રિલ 2023 ના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થશે, જે 12 એપ્રિલ 2023 ના રોજ સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે.

નોંધણી પૂર્ણ થયા બાદ, પ્રથમ કામચલાઉ યાદી 20 એપ્રિલે બહાર પાડવામાં આવશે. જેના પર 21મી એપ્રિલથી પ્રવેશ શરૂ થશે. બીજી તરફ જો બેઠકો ખાલી રહેશે તો બીજા અને ત્રીજા રાઉન્ડની યાદી 28 એપ્રિલ અને 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.

આ ઉપરાંત ધોરણ 11 સિવાયના અન્ય વર્ગોની નોંધણી પ્રક્રિયા 3 એપ્રિલથી 12 એપ્રિલ સુધી ચાલશે. જે ઓફલાઈન મોડમાં હશે. 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget