UGC NET Result 2021: UGC NETનું રિઝલ્ટ જાહેર, આ રીતે કરો ચેક
UGC NET Result 2021નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ugcnet.nta.nic.in ની અધિકૃત વેબસાઇટ પર જઇને જોઇ શકશે.
UGC NET Result 2021: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ, UGC NET Result 2021નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ ડિસેમ્બર 2020 અને જૂન 2021 ની પરીક્ષાઓ માટે જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો તે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ugcnet.nta.nic.in ની અધિકૃત વેબસાઇટ પર જઇને જોઇ શકશે.
UGC NET Result 2021 એ પરીક્ષાઓ માટે છે જે નવેમ્બર 2021 થી 5 જાન્યુઆરી, 2022 સુધી જુદી જુદી તારીખો પર લેવામાં આવી હતી.
UGC NET Result 2021: આ રીતે કરો ચેક
સ્ટેપ-1: ઉમેદવારોએ સૌ પ્રથમ UGC NET Result 2021ની સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાવ.
સ્ટેપ-2: હોમપેજ પર આપવામાં આવેલા રિઝલ્ટ લિંક પર ક્લિક કરો
સ્ટેપ-3: ઉમેદવારની સામે એક નવું પેજ ઓપન થશે. ઉમેદવારો માંગવામાં આવેલી જાણકારી દાખલ કરશો.
સ્ટેપ-4: જાણકારી આપ્યા બાદ ઉમેદવારો સબમિટનું બટન દબાવો.
સ્ટેપ-5: ઉમેદવારને તેનું રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે. જેને ડાઉનલોડ કરી દો.
UGC NET 2021ની પરીક્ષા દેશના 239 શહેરોમાં આવેલા 837 પરીક્ષા કેન્દ્રો પર 81 વિષયોમાં લેવામાં આવી હતી. JRF માટે UGC NET ના પરિણામની માન્યતા 3 વર્ષ છે જ્યારે સહાયક પ્રોફેસર માટે લાયકાત ધરાવતા ઉમેદવારોનું પરિણામ આજીવન માન્ય છે.
અમદાવાદીઓ માટે સારા સમાચારઃ હવે કોર્પોરેશન આ લોકોને આપશે વધુ 10 ટકાની ટેક્સમાં રાહત
Education Loan Information:
Calculate Education Loan EMI