ભારતીય સેનામાં નોકરી માટેની ઉજ્જવળ તક, ધોરણ 10મુ પાસ કરી શકે છે અરજી, જાણો શું છે ડિટેલ્સ.............
ભારતીય સેનામાં જવા માટે ઇચ્છુક ઉમેદવારો માટે એક ખુશખબર છે. ઇન્ડિયન આર્મીના સેન્ટ્રલ કમાન્ડ હેડક્વાર્ટરે ગૃપ સીના 96 પદો પર ભરતી બહાર પાડી છે.
Indian Army Recruitment 2022 : ભારતીય સેનામાં જવા માટે ઇચ્છુક ઉમેદવારો માટે એક ખુશખબર છે. ઇન્ડિયન આર્મીના સેન્ટ્રલ કમાન્ડ હેડક્વાર્ટરે ગૃપ સીના 96 પદો પર ભરતી બહાર પાડી છે. આ પદો માટે અરજી પૉસ્ટ દ્વારા મોકલવાની છે. 20 સપ્ટેમ્બર, 2022 સુધી અરજી પહોંચવી જરૂરી છે. ખાલી જગ્યાઓમાં બાર્બર, સફાઇવાળી ચૌકીદાર, ટ્રેડમેન મેટ સામેલ છે. પરીક્ષાની તારીખ તથા સ્થળ પછીથી આપવામા આવશે. આ ભરતીઓ લખનઉ, અલ્હાબાદ, દેહરાદૂન, ફતેહગઢ, ફેઝાબાદ, મહૂ, રાની ખેત, જબલપુર, ગયા, રુડકી, વારાણસી, દાનાપુર, મેરઠ, નામકુમ જેવી જગ્યાઓ પર થશે.
કેટલી છે જગ્યાઓ -
બાર્બરની 12, ચોકીદારની 21, સફાઇવાળીની 43 અને ટ્રેડમેન મેટની 16 વેકેન્સી છે.
યોગ્યતા -
10મું પાસ તથા સંબંધિત કાર્યમાં એક વર્ષનો અનુભવ જરૂરી.
ઉંમરમર્યાદા -
આયુ સીમા - 18 થી 25 વર્ષ
તમામ અનામત વર્ગોને નિયમો અનુસાર છૂટછાટ મળશે.
અરજી તમામ જરૂરી ડૉક્યૂમેન્ટની સાથે 20 સપ્ટેમ્બર, 2022 સુધી રજિસ્ટર્ડ પૉસ્ટથી આ સરનામે પહોંચી જવી જોઇએ-
HQ Central Commanded( BOO-II), Military Hospital Roorkee, Dist- Haridwar( Uttarakhand) PIN- 247667.
અરજીની સાથે 100 રૂપિયાનો પૉસ્ટલ ઓર્ડર પણ લગાવવો પડશે, જે કમાન્ડેન્ટ એમએચ રૂડકીના નામ પર હશે. અરજીની સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટા પણ મોકલવાના છે.
વિસ્તૃત માહિતી માટે નૉટિફિકેશન રોજગાર સમાચાર 6 ઓગસ્ટ, - 12 ઓગસ્ટના પેજ નંબર 34 પર જોઇ શકાય છે.
આ પણ વાંચો......
AHMEDABAD : સંબંધોને શર્મશાર કરતી ઘટના, મામાએ 12 વર્ષની ભાણી પર નજર બગાડી
Adani Total Gas: અદાણી ટોટલ ગેસે PNG અને CNG ના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ
Google Play Storeએ 10 વર્ષ કર્યા પુરા, અહીં વાંચો તેના 10 વર્ષનો સફર.......
Education Loan Information:
Calculate Education Loan EMI