શોધખોળ કરો
વડાપ્રધાન મોદીની બાયોપિકની સાથે ચૂંટણી પંચે નમો ટીવી પર પણ મુક્યો પ્રતિબંધ
ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, બાયોપિક પર પ્રતિબંધનો ચૂંટણી પંચનો આદેશ નમો ટીવી પર પણ લાગુ પડે છે.

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મ PM નરેન્દ્ર મોદી અને નમો ટીવી પર ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, બાયોપિક પર પ્રતિબંધનો ચૂંટણી પંચનો આદેશ નમો ટીવી પર પણ લાગુ પડે છે. જેને ચૂંટણી દરમિયાન પ્રસારિત કરી શકાય નહીં. અધિકારીએ આદેશનો એક પેરેગ્રાફનો ઉલ્લેખ કર્યો જે અનુસાર કોઇ પણ પ્રકારની પ્રમાણિત સામગ્રી સાથે સંબંધિત કોઇ પણ પોસ્ટર અથવા પ્રચાર સામગ્રી, જે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે કોઇ ઉમેદવારની ચૂંટણી સંભાવનાઓને વધારે છે, તે આદર્શ આચાર સંહિતા લાગુ હોય તેવા ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પ્રદર્શિત નહી કરવામાં આવે. નોંધનીય છે કે ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીની બાયોપિકના રીલિઝ પર લોકસભા ચૂંટણી સુધી પ્રતિબંધ મુકી દીધો છે. ચૂંટણી પંચે કહ્યું કે, તેમની પાસે એનટીઆર લક્ષ્મી, પીએમ નરેન્દ્ર મોદી અને ઉદયામા સિંહમ સહિત કેટલીક ફિલ્મોને લઇને ફરિયાદો આવી છે જેમાં એક ઉમેદવાર અથવા એક રાજકીય પાર્ટીની ચૂંટણી સંભાવનાઓને રચનાત્મક સ્વતંત્રતાના નામ પર ઓછું અથવા તેને વધારીને બતાવવામાં આવ્યું છે.
વધુ વાંચો





















