શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અલ્પેશ ઠાકોરનો આક્ષેપ- ‘કોગ્રેસમાં ટિકિટો પણ વેચાય છે’
જોકે, રાજીનામા બાદ અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી હતી કે મેં ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનો નથી
ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન અગાઉ ગુજરાતમાં કોગ્રેસને મોટો ફટકો પડ્યો છે. રાધનપુરથી કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પક્ષના તમામ પદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે, રાજીનામા બાદ અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી હતી કે મેં ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનો નથી. ભાજપમાં જોડાવાને લઇને અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી હતી કે હું કોઈ પાર્ટીમાં જોડાવવાનો નથી. રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, મે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એવા સમયમાં સમર્થન કર્યું છે. જ્યારે કોંગ્રેસને કોઇ સાથ નહોતું આપી રહ્યું. ગુજરાતમાં વિધાનસાભાની ચૂંટણીમાં જે ઠાકોર સેનાએ મદદ કરી જેના લીધે 43 ધારાસભ્યોને જીતાડવા મોટો ફાળો છે.
તે સિવાય અલ્પેશ ઠાકોરે કોગ્રેસ પાર્ટી પર આક્ષેપ લગાવ્યો હતો કે પાર્ટીમાં રૂપિયા આપીને ટિકિટોનું વેચાણ થાય છે. હું કે મારો કોઇ સમર્થક કોઇ અન્ય પાર્ટીમાં સામેલ થશે નહીં. અલ્પેશે કહ્યું કે, મેં સંઘર્ષનો રસ્તો અપનાવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી મને પ્રભારી દ્વારા સન્માન આપવામાં આવ્યું નથી. પાર્ટીમાં મારી સાથે જોડાયેલા ગરીબ યુવાનોને યોગ્ય હોદ્દાઓ નથી આપવામાં આવ્યા. ઠાકોર સેનાના યુવાનોની પક્ષમાં અવગણના કરવામાં આવી રહી છે. અમને પક્ષમાં હોદ્દાની લાલચ નથી અમારે સન્માન જોઇએ છે. અમારા પ્રભારીએ માત્ર વાતો જ કરી અને અમારા યુવાનોનો અન્યાય કર્યો છે. મને ક્યારેય પણ કોંગ્રેસમાં સન્માન નથી મળ્યું મે કોંગ્રેસને દરેક સમયે સન્માન આપ્યું પણ મારુ અપમાન કર્યું છે.
હું કોઇની પણ સીટ પર પ્રચાર નથી કરવાનો માત્ર બનાસકાંઠા અને પાટણ સીટો પર જ પ્રચાર કરીશ. મારા લોકો જોડે પૈસા નથી એટલે હોદ્દાઓ નથી મળ્યા. 2022નો ગુજરાતનો નાથ અમે જ આપીશું. મારા માટે મારી ઠાકોર સેના સર્વોપરી છે. મને પદ કે સત્તાની લાલસા હોય તો કદાય હું અને મારી સેના કોંગ્રેસ પાર્ટીનાં ખરાબ અને સંઘર્ષના સમયમાં ના જોડાઇ હોત.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion