શોધખોળ કરો
'અત્યારે હિટલર જીવતો હોય તો મોદીની રાજનીતિ જોઇને તે જાતે આત્મહત્યા કરી લેતો': મોદી પર ભડકી મમતા
રાયગંજ રેલીમાં મમતા બેનર્જીએ મોદીની સામે અનેક પ્રકારની ટિપ્પણીઓ કરી, તેમને કહ્યું કે, જો આજે હિટલર જીવતો હોય તો નરેન્દ્ર મોદીની રાજનીતિ અને હરકતો જોઇને તે ખુદ આત્મહત્યા કરી લેતો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખી ટિપ્પણી કરી છે, તેમને મોદીને ‘ફાસીવાદીઓનો સરદાર’ કહ્યો છે. રિપોર્ટ અનુસાર આ વાત પશ્ચિમ બંગાળના રાયગંજમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતાં મમતા બેનર્જીએ કહી હતી.
રાયગંજ રેલીમાં મમતા બેનર્જીએ મોદીની સામે અનેક પ્રકારની ટિપ્પણીઓ કરી, તેમને કહ્યું કે, જો આજે હિટલર જીવતો હોય તો નરેન્દ્ર મોદીની રાજનીતિ અને હરકતો જોઇને તે ખુદ આત્મહત્યા કરી લેતો.
મમતાએ મોદીને આત્મમુગ્ધ ગણાવતા કહ્યું કે, તેમના ઉપર એક ફિલ્મ પણ બની છે. પણ ગુજરાતમાં શુ બન્યુ હતુ તે આપણે ના ભુલવુ જોઇએ. મોદી બંગાળમાં એનઆરસી લાવવા માગે છે, જો આમ બન્યુ તો તમને લોકોને બહાર કાઢી મુકવામાં આવશે. મમતાએ કહ્યું બીજેપી એકવાર એનઆરસી લાગુ કરવાની કોશિશ તો કરે પછી જુઓ શું થાય છે.
રાયગંજ રેલીમાં મમતા બેનર્જીએ મોદીની સામે અનેક પ્રકારની ટિપ્પણીઓ કરી, તેમને કહ્યું કે, જો આજે હિટલર જીવતો હોય તો નરેન્દ્ર મોદીની રાજનીતિ અને હરકતો જોઇને તે ખુદ આત્મહત્યા કરી લેતો.
મમતાએ મોદીને આત્મમુગ્ધ ગણાવતા કહ્યું કે, તેમના ઉપર એક ફિલ્મ પણ બની છે. પણ ગુજરાતમાં શુ બન્યુ હતુ તે આપણે ના ભુલવુ જોઇએ. મોદી બંગાળમાં એનઆરસી લાવવા માગે છે, જો આમ બન્યુ તો તમને લોકોને બહાર કાઢી મુકવામાં આવશે. મમતાએ કહ્યું બીજેપી એકવાર એનઆરસી લાગુ કરવાની કોશિશ તો કરે પછી જુઓ શું થાય છે. વધુ વાંચો





















