અહાના આગળ જણાવે છે કે, મેં તેમને ઘરમાં બહારની તરફ બેસવા કહ્યું તો તેમણે મને કહ્યું કે બહાર મારા મમ્મી બેઠા છે તેમને ડિસ્ટર્બ થશે માટે આપણે અહીં જ ચર્ચા કરીએ. તેમણે મને પૂછ્યું કે, ‘શું તને 100 કરોડ રૂપિયા આપવામાં આવે તો તું ડોગ સાથે સેક્સ કરે?’ જોકે તેમણે મને ટચ નહોતી કરી પણ શાબ્દિક એબ્યુઝ તો કરી જ હતી.
2/3
બોમ્બે ટાઈમ્સ સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે, સાજીદ ખાનને એક પ્રોજેક્ટ માટે મળવા જવાનું થયું હતું. એકાદ વર્ષ પહેલા મને ખબર જ હતી કે સાજીદ ખાન કેવા માણસ છે. જેમ સલોની ચોપરાએ કહ્યું તેમ પહેલા મને તેમના ઘરે બોલાવી અને પછી તેના રૂમમાં બેસાડી પોતે જે જુએ તે જોવા માટે મજબૂર કરે અને પછી તમે તેમને સેક્સી જોક્સ પર હસો તેવી આશા પણ રાખે.
3/3
મુંબઈઃ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં હાલમાં એક્ટર, ડાયરેક્ટર અને પ્રોડ્યૂસરને #MeTooનો ડર સતાવી રહ્યો છે. બદાને એ વાતનો ડર છે કે જાણે ક્યારે કોઈ એક્ટ્રેસ તેના પર જાતીય શોષણનો આરોપ લગાવી દે. હવે એક નવો મામલો સામે આવ્યો છે. તેમાં લિપસ્ટિક અંડર માય બુર્કાની એક્ટ્રેસ અહાના કુમારે સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યો છે.