શોધખોળ કરો
Advertisement
વેબ સીરીઝ 'આર્યા'નું ટ્રેલર લોન્ચ, પાંચ વર્ષ બાદ સ્ક્રીન પર જોવા મળ્યો સુષ્મિતા સેનનો દમદાર અંદાજ
એક્ટ્રેસ સુષ્મિતા સેનની ડેબ્યૂ વેબ સીરીઝ આર્યાનું ટ્રેલર લોન્ચ થયું છે. ટ્રેલરમાં એક્ટ્રેસ ખૂબ જ સ્ટ્રોંગ અને પાવરફૂલ જોવા મળી રહી છે.
મુંબઈ: એક્ટ્રેસ સુષ્મિતા સેનની ડેબ્યૂ વેબ સીરીઝ આર્યાનું ટ્રેલર લોન્ચ થયું છે. ટ્રેલરમાં એક્ટ્રેસ ખૂબ જ સ્ટ્રોંગ અને પાવરફૂલ જોવા મળી રહી છે. તેનો આ લૂક અને ભૂમિકા તમે અત્યાર સુધી કોઈ પણ ફિલ્મમાં નહી જોઈ હોય. સુષ્મિતા સેને પાંચ વર્ષ કરતા વધુ સમય બાદ એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો છે. આ સીરીઝમાં તે આર્યા નામની એક મહિલાની ભૂમિકા નિભાવી રહી છે. તે ત્રણ બાળકોની માતા છે અને એક બિઝનેસમેનની પત્ની છે.
સીરીઝમાં સુષ્મિતા સેનના પતિની ભૂમિકામાં ચંદ્રચૂર સિંહ છે, જેની ગોળી મારી દેવામાં આવે છે. સુષ્મિતા પોતાના પતિના મેડિસિન બિઝનેસને સંભાળે છે અને ત્રણેય બાળકોને સુરક્ષિત રાખવા માટે બધુ કરે છે. ફિલ્મની સ્ટોરી ત્યારે રસપ્રદ થઈ જાય છે ત્યારે કઠીન પરિસ્થિતિ સામે લડે છે.
ફિલ્મ નીરજાના ડાયરેક્ટર રામ માધવાનીએ આ વેબ સીરીઝને ડાયરેક્ટ કરી છે. તેમણે જ તેની સ્ટોરી લખી છે. ટ્રેલર જોઈને લાગે છે કે વેબ સીરીઝમાં ઘણા રસપ્રદ ટ્વિસ્ટ પણ છે. આ વેબ સીરીઝમાં સુષ્મિતા સેન, ચંદ્રચૂર સિંહ સિવાય સિકંદર ખેર, એલેક્સ ઓનેલ, નમિત દાસ, મનીષ ચૌધરી, વિર્તી વધાની અને વિરેસન વાજિરાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement