શોધખોળ કરો
અભિષેક બચ્ચનનું નામ ગિનીશ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું, જાણો કેમ
![અભિષેક બચ્ચનનું નામ ગિનીશ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું, જાણો કેમ Abhishek Bachchan Is A Guinness World Record Holder અભિષેક બચ્ચનનું નામ ગિનીશ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું, જાણો કેમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/17212635/800x480_IMAGE57503757-270x202.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: અભિષેક બચ્ચનના લાંબા કરિયરમાં પોતાના અભિનયથી ખુબ ઓછા લોકોનું દિલ જીત્યું હશે, પરંતુ તમને જાણીને ખુશી થશે કે જૂનિયર બચ્ચનનું નામ ગિનીશ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું છે. અભિષેકનું નામ ગિનીશ બુકમાં 12 કલાકની અંદર સૌથી વધુ વખત પબ્લિકની નજર સામે આવનાર સ્ટારના રૂપમાં સમાવવામાં આવ્યું છે.
અભિષેક વર્ષ 2009માં આવેલી પોતાની ફિલ્મ દિલ્લી 6ના પ્રમોશન વખતે 12 કલાકમાં સળંગ 7 શહેરોમાં નજરે પડ્યા હતા. જેમાં ગાજિયાબાદ, નોયડા, ફરીદાબાદ, દિલ્લી, ગુડગાંવ, ચંડીગઢ અને મુંબઈ જેવા શહેરોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, આ કામ માટે પોતાના પ્રાઈવેટ જેટ અને કારથી અભિષેકે લગભગ 1800 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
તમને જણાવી દઈએ કે, અભિષેકે હૉલીવુડ અભિનેતા વિલ સ્મિથને પણ માત આપી દીધી હતી. જે વર્ષ 2004માં પોતાની ફિલ્મ ‘આઈ રોબૉર્ટ’ના પ્રમોશન દરમિયાન બે કલાકમાં ત્રણ વખત પબ્લિકના સામે નજરે પડ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)